ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણમાં ટ્રાફિક નિવારણ માટે રસ્તાનું વિસ્તૃતિકરણ હાથ ધરાશે - દમણ ન્યૂઝ

દમણ જિલ્લા પ્રશાસનના રેવન્યુ વિભાગે ભેંસલોરથી તીનબત્તી અને ડાભેલના કલેરિયાથી લઇને ડાભેલ ચેકપોસ્ટ સુધીના માર્ગને પહોળો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

માર્ગ વિસ્તૃતિકરણ કામગીરી
માર્ગ વિસ્તૃતિકરણ કામગીરી

By

Published : Feb 13, 2021, 1:49 PM IST

  • દમણમાં પ્રશાસનની માર્ગ વિસ્તૃતિકરણ કામગીરી
  • 20 મીટર રસ્તો પહોળો કરાશે
  • જમીન માલિકોની જમીન સંપાદિત કરાશે

દમણ: મુખ્ય માર્ગો પર સતત વધતા ટ્રાફિક ભારણને હળવું કરવા માર્ગ વિસ્તૃતીકરણ કામગીરી હાથ ધરી છે. 20 મીટર સુધીના માર્ગની પહોળાઈ માટે પ્રશાસન 400 જેટલા જમીન માલિકોની જમીન સંપાદન કરશે.

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા લેવાયો નિર્ણય

આ માર્ગના વિસ્તૃતિકરણ માટે અંદાજે 400થી વધુ જમીન માલિકોની જમીન સંપાદિત કરાશે. દમણના રેવન્યુ વિભાગે પ્રદેશના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તથા વાહનની સરળ અવરજવરને લઇને માર્ગને પહોળો કરવા માટે આ આયોજન હાથ ધર્યુ છે.

માર્ગ વિસ્તૃતિકરણ કામગીરી

પ્રશાસને જરૂરી માર્કિગની કામગીરી પૂરી કરી છે

દમણના નેશનલ હાઇવે નંબર 848B જંકશનથી તીનબત્તી, ભેંસલોર-કુંતા બોર્ડરથી 848B તથા ડાભેલ ચેક પોસ્ટથી લઇને કલેરિયા આઉટ પોસ્ટ સુધી પ્રશાસને જરૂરી માર્કિગની કામગીરી પુરી કરી છે. મળતી માહિતી મુજબ માર્ગને બંને તરફ 20 મીટર સુધી પહોળો કરવામાં આવશે. હાઇવે નંબર 848B જંકશનથી તીનબત્તી સુધીની 8,995 વર્ગ મીટર જમીન માટે 143 જમીન અધિગ્રહણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details