ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ - દમણગંગા તાપી નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ

કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman announced River Link Project) મંગળવારે કેન્દ્રિય બજેટમાં (Union Budget 2022) રિવર લિન્ક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ત્યારે દેશની 5 નદીના જોડાણમાં વલસાડની દમણગંગા નદીને તાપી-નર્મદા સાથે જોડી રિવર લિન્ક પ્રોજેક્ટ (River Link Project in Gujarat) સ્થાપવામાં આવશે. ત્યારે દમણગંગા તાપી નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ (Damanganga Tapi Narmada Riverlink Project) અંગે વાંચો આ અહેવાલમાં.

River Link Project in Gujarat: બજેટમાં જાહેરાત પછી વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, શું છે આ પ્રોજેક્ટ, જુઓ
River Link Project in Gujarat: બજેટમાં જાહેરાત પછી વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, શું છે આ પ્રોજેક્ટ, જુઓ

By

Published : Feb 2, 2022, 9:25 AM IST

વાપીઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના મધુબન ડેમ અને દમણગંગા જળાશયમાંથી ચોમાસામાં જળ સંચયના યોગ્ય આયોજનના અભાવે અબજો લિટર પાણી દર વર્ષે અરબ સાગરમાં ભળી જાય છે. આ પાણીનો સદ્ઉપયોગ કરવા નદીઓના જોડાણની નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ અંગે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં (Union Budget 2022) રિવર લિન્ક પ્રોજેકટની જાહેરાત (River Link Project in Gujarat) કરી છે. દેશની 5 નદીઓના જોડાણમાં વલસાડ જિલ્લાની મહત્વની ગણાતી દમણગંગા નદીને તાપી-નર્મદા સાથે જોડી રિવર લિન્ક પ્રોજેકટ (Damanganga Tapi Narmada Riverlink Project) સ્થાપવામાં આવશે. ત્યારે આવો જાણીએ, દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાઈ જતા અબજો લિટર પાણીના સદ્ઉપયોગ માટે બજેટમાં જાહેરાત થયેલા દમણગંગા-તાપી-નર્મદા River Link પ્રોજેકટ અંગે.

વધારાનું પાણી નહેર કે પાઈપલાઈન મારફતે પહોંચાડશે

જળ સંચયના અભાવે દર વર્ષે પાણી અરબ સાગરમાં ભળી જાય છે

દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ ચોમાસામાં આ વિસ્તારમાં છલકાયા વિના રહેતા નથી. આ બધું જ પાણી તે બાદ જળ સંચયના યોગ્ય આયોજનના અભાવે (Lack of water storage planning in South Gujarat) દર વર્ષે અરબ સાગરમાં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લિટર પાણી દરિયામાં વહી ગયું છે, પરંતુ હવે આ પાણીને અહીંથી તાપી અને તાપીમાંથી નર્મદા કેનાલ મારફતે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાના રિવર લિન્ક પ્રોજેકટની જાહેરાત કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman announced River Link Project) તેમના વર્ષ 2022-23ના બજેટમાં (Union Budget 2022) કરી છે. ચોમાસામાં વહી જતા પાણી માટે દમણગંગા રિવર લિન્ક પ્રોજેકટ.

દમણગંગા-તાપી-નર્મદા રિવર લિન્કથી સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ લાવશે

ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં સૌથી વધુ વરસાદ વરસે છે

દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારે માસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમિયાન ગાંડીતૂર બને છે અને તેમાં વહેતું અબજો લિટર પાણી દર વર્ષે અરબ સાગરમાં ભળી જાય છે. તેમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઈંચથી વધુ વરસાદ વરસે (River Link Project in Gujarat) છે.

દમણગંગા-તાપી-નર્મદા રિવર લિન્કથી સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ લાવશે

દમણગંગા-તાપી-નર્મદા રિવર લિન્કથી સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ લાવશે

આ પાણીને નદીઓના જોડાણ થકી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડી ત્યાંના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ કેન્દ્ર સરકારનો છે. આ અંગે વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં (Union Budget 2022) કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રિવર લિન્ક પ્રોજેકટની (FM Nirmala Sitharaman announced River Link Project) જાહેરાત કરી છે. આ પ્રોજેકટ હેઠળ દેશમાં 5 નદીઓને જોડવામાં આવશે. આમાં ગુજરાત માટે દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ ખૂબ જ અગત્યનો પ્રોજેકટ (Damanganga Tapi Narmada Riverlink Project) છે.

જળ સંચયના અભાવે દર વર્ષે પાણી અરબ સાગરમાં ભળી જાય છે

દમણગંગા વલસાડના PA ટૂ SE ભૌતિક પટેલે આપી વિગતો

દમણગંગા-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેકટ (Damanganga Tapi Narmada Riverlink Project) અંગે દમણગંગા જળાશય વલસાડ વિભાગના ભૌતિક પટેલ સાથે ETV ભારતે ટેલિફોનિક વાત કરી વિગતો મેળવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ખૂબ જ અગત્યનો પ્રોજેકટ છે. આ અંગેનો DPR હજી પ્રોસેસમાં છે, પરંતુ આગામી દિવસોમાં નેશનલ વોટર બોર્ડ એજન્સી (NWBA) દ્વારા તેનો ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરી તે સબમિટ કરવામાં આવ્યા બાદ સર્વે હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત વાપી નજીકના દમણગંગા નદીથી તાપી સુધી અને ત્યાંથી નર્મદા કેનાલ સુધી પાણી પહોંચાડવામાં આવશે. જે પાણી પાઈપલાઈન દ્વારા અથવા નહેર દ્વારા પહોંચાડવામાં આવશે, જે સરવે કર્યા બાદ જાણવા મળશે. આ પ્રોજેકટ અંગે ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી વાટાઘાટો ચાલે છે અને તેના MoU થયા બાદ પ્રોજેકટ પર કામ શરૂ થશે.

વધારાનું પાણી નહેર કે પાઈપલાઈન મારફતે પહોંચાડશે

વધારાનું પાણી નહેર કે પાઈપલાઈન મારફતે પહોંચાડશે

હાલમાં દમણગંગા-પિંજલ રિવર લિન્ક (River Link Project in Gujarat) અને દમણગંગા-તાપી-નર્મદા રિવર લિંક એમ 2 પ્રોજેકટ (Damanganga Tapi Narmada Riverlink Project) અંગે વાત ચાલી રહી છે. કેમ કે, દમણગંગા નદીમાં ચોમાસા દરમિયાન આવતું પાણી મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાંથી આવે છે અને પાર-તાપી-નર્મદા પ્રોજેકટ પણ પ્રોસેસમાં છે. ખાસ કરીને આ પ્રોજેકટનો હેતુ ચોમાસામાં વેડફાઈ જતા પાણીનો સદઉપયોગ કરવાનો છે. આમાં સ્થાનિક દમણગંગા જળાશયમાંથી હાલના તબક્કે દાદરાનગર હવેલી, વલસાડ જિલ્લો અને દમણમાં ખેતી માટે, પીવા માટે તેમ જ ઔદ્યોગિક જરૂરિયાત માટે નહેર મારફતે તેમ જ પાઈપલાઈન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, જે યથાવત રહેશે અને વધારાનું વેડફાઈ જતું પાણી આ પ્રોજેકટ મારફતે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવશે, જેમાં અન્ય નદીઓ જેવી કે કોલક, પાર, માન, ઔરંગા નદીનું જોડાણ મેળવી એ પાણીનો પણ સદઉપયોગ કરવામાં આવી શકે તેમ છે.

જળ સંચયના અભાવે દર વર્ષે પાણી અરબ સાગરમાં ભળી જાય છે

આ પણ વાંચો-Pm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું

ડેમની 525 MCMની સંગ્રહશક્તિ છે

વલસાડ જિલ્લાને અને કેન્દ્રશાસિત પ્રદેશને પાણી પૂરું પાડતા દમણગંગા હસ્તકના મધુબન ડેમની 525 MCMની સંગ્રહશક્તિ છે. (એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લિટર પાણી) પરંતુ, તેના રૂલ લેવલને જાળવવા દર વર્ષે ચોમાસા દરમિયાન અંદાજિત 3,000 MCM પાણી દમણગંગા નદી થકી સમુદ્રમાં વહાવી દેવું પડે છે. વરસાદી સિઝન દરમિયાન 4 મહિના મધુબન ડેમની પાણીની સપાટીને જાળવવા પાણી પૂરવઠા વિભાગ, દમણગંગા જળાશય વિભાગ સતત 24 કલાક કાર્યરત્ રહે છે. ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાં સમયાંતરે 10 દરવાજા વત્તાઓછા મીટરે ખોલવામાં આવે છે, જેના થકી ડેમના કુલ પાણી સંગ્રહના જથ્થાની સામે લગભગ 6 ગણું પાણી કોઈ પણ પ્રકારના સંગ્રહના આયોજનના અભાવે દરિયામાં ભળી જાય છે.

જળ સંચયના અભાવે દર વર્ષે પાણી અરબ સાગરમાં ભળી જાય છે

ETV Bharatએ પણ દર વર્ષે વિશેષ રિપોર્ટ તૈયાર કરી પોતાની ફરજ નિભાવી

મધુબન ડેમના અબજો લિટરના વેડફાઈ જતા પાણી અંગે ETV BHARATએ પણ દર વર્ષે ચોમાસામાં વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી પોતાની ફરજ નિભાવી છે, પરંતુ હવે આ નાણાકીય વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં (Union Budget 2022) નિર્મલા સીતારમણે પાણી બચાવવા નદીઓને જોડવાના પ્રોજેકટની (FM Nirmala Sitharaman announced River Link Project) જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષો જૂનું સપનું સાકાર કરશે. તેમ જ વર્ષોથી કાગળ પર રહેલો પ્રોજેકટ આગામી દિવસોમાં નક્કર સ્વરૂપે સાકાર થશે.

ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં સૌથી વધુ વરસાદ વરસે છે

આ પણ વાંચો-Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

મધુબન ડેમ અંગે માહિતી

મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. જ્યારે ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં 2.50 લાખ ક્યૂસેક પાણી વોર્નિંગ લેવલનું કહેવાય છે. ડેમ કે નદીમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થા માટે ક્યૂસેક એકમ છે. 1 ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘન ફૂટ પાણી વહેવું, 1 ઘન ફૂટ પાણી એટલે 28.32 લિટર થાય છે. એ હિસાબે એક મિનિટમાં 1,699.2 લીટર અને 1 કલાકમાં 1,01,952 લિટર પાણી વહી જતું હોય છે. જે હિસાબે જો 400 ક્યૂસેક પાણી છોડાયું તો તેનો અર્થ દર કલાકે બંધમાંથી 4,07,80,800 લિટર પાણી છોડવામાં આવ્યું! જ્યારે સિઝન દરમિયાન મધુબન ડેમમાંથી જ 3,000 MCM પાણી છોડવું પડે છે અને 1 MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી!

ABOUT THE AUTHOR

...view details