ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણમાં 5 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, 14મી જૂન સુધીના રિમાન્ડ મંજુર

કેન્દ્રશાસિત પ્રદેશ ( Union Territory ) દમણના ડાભેલ વિસ્તારમાં એક પાનનો ગલ્લો ચલાવતા શખ્સની 4.958 ગ્રામ ગાંજા સાથે દમણ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ગાંજો રાખનારા રણજિત મહેન્દ્ર શાહની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 14 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દમણમાં 5 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, 14મી જૂન સુધીના રિમાન્ડ મંજુર
દમણમાં 5 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, 14મી જૂન સુધીના રિમાન્ડ મંજુર

By

Published : Jun 9, 2021, 10:11 PM IST

  • દમણ પોલીસે બિહારી યુવાન પાસેથી ગાંજો જપ્ત કર્યો
  • 4કિલો 958 ગ્રામ ગાંજા સાથે દુકાનદારની ધરપકડ
  • પાન-સોપારીની આડમાં વેંચતો હતો ગાંજો



દમણ : દમણ પોલીસે બાતમીના આધારે ડાભેલ વિસ્તારમાં ચંચળ તળાવ નજીક આવેલ ગુપ્તા પાન સેન્ટરમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને 4 કિલો 958 ગ્રામ ગાંજો મળી આવતા પાનનો ગલ્લો ચલાવતા રણજિત મહેન્દ્ર શાહની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપીના 14મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દમણમાં 5 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

વલસાડ FSL ની ટીમે ગાંજો હોવાની પુષ્ટિ કરી

બાતમી આધારે દમણ પોલીસની એક ટીમે પાનની દુકાનમાં દરોડા પાડ્યો હતો. જેમાં મોટી માત્રામાં લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જેની ખાતરી કરવા વલસાડ FSLની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ બાદ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેનું વજન 4 કિલો 958 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્ટે 14મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

દમણ પોલીસે આ કેસમાં IPC કલમ 20 (બી), 22 (બી) NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. ગુપ્તા પાન સેન્ટરના સંચાલક રણજીત મહેન્દ્ર શાહ નામના શખ્સની ધરપકડ કરીને 9મી જૂને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 14મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બિહારી યુવાન પાનના ગલ્લામાં ગાંજો વેચતો હતો

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા રણજિત મહેન્દ્ર શાહ મૂળ જમુઇ, બિહારનો વતની છે. દમણના ડાભેલ વિસ્તારમાં તે પોતાની પાનની દુકાનમાં સોપારીની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો. હાલ પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details