મધુબન ડેમમાં પાણીની સપાટી જળવાયેલી રહેતાં તંત્રને રાહત, જળ સપાટી 75.90 મીટર પર સ્થિર - મધુબન ડેમ
વલસાડ જિલ્લામાં આ વખતે ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. તેમ છતાં જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં રુલ લેવલ જળવાયેલું રહ્યું છે. ચોમાસાના અંતમાં ડેમમાં 79.76 મીટરના લેવલે પહોંચવા અને ઓગસ્ટ મહિનાનું 76 મીટરનું રુલ લેવલ જાળવવા સામે હાલ મધુબન ડેમની જળ સપાટી 75.90 મીટર પર સ્થિર છે. દર વર્ષે ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. જેની સામે આ વખતે વધુમાં વધુ 58 હજાર ક્યુસેક પાણી છોડવાની જ નોબત આવતા તંત્ર માટે પણ ખૂબ જ રાહત રહી છે.
મધુબન ડેમમાં પાણીની સપાટી જળવાયેલી રહેતાં તંત્રને રાહત,જળ સપાટી 75.90 મીટર પર સ્થિર
વાપીઃ મધુબન ડેમમાં 18મી ઓગસ્ટ સુધીમાં રુલ લેવલ 75.90 મીટરે પહોંચ્યું છે જેને ઓગસ્ટ માસના રુલ લેવલ મુજબ જાળવી રાખવા વધારાનું પાણી ડેમના દરવાજા વાટે દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને ડેમના લેવલને 75.30 મીટર પર સ્થિર કર્યું છે. જેને કારણે દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલ મધુબન ડેમથી દમણમાં ભળતી દમણ ગંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પરનો વિયર બે કાંઠે વહી રહ્યો છે.