- સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ કોરોના સંક્રમણની રિ-એન્ટ્રી
- વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે ઘરને કર્યુ સીલ
- પોઝિટિવ વ્યક્તિના પરિજનોનો કર્યો ટેસ્ટ
સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ કોરોના સંક્રમણની રિ-એન્ટ્રી
દીવ: સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સ્થાનિક વેપારી પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા દીવ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમોએ સંક્રમિત વ્યક્તિના પરિવારજનોના ટેસ્ટ કર્યા હતા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેના ઘરને સીલ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા તાકીદે તમામ વ્યક્તિઓ કે જે પોઝિટિવ વ્યક્તિના પરિવારજનો છે, તેમજ તેમના સંપર્કમાં આવ્યા છે તે તમામના ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય કર્મચારીઓએ હાથ ધરી હતી.
સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ કોરોના સંક્રમણની રિ-એન્ટ્રી સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ કોરોના સંક્રમણની રિ-એન્ટ્રી આગામી દિવસોમાં દીવમાં પર્યટન ધમધમતું થાય તેવી શક્યતાને પગલે સાવચેતીઓ વધુ સતર્ક કરાઈ આગામી દિવસોમાં સંઘ પ્રદેશ દીવમાં પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે ત્યારે સંઘપ્રદેશ દીવ પર્યટકોને આકર્ષે શકે તે માટે કોરોના વાઇરસને લઈને સતત તકેદારીઓ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સ્થાનિક વેપારી પોઝિટિવ આવતા તેના ઘરને સીલ કરવામાં આવ્યું છે. તેમ જ તેમના પરિવારજનોના તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરીને ફરી એક વખત દીવ કોરોના સંક્રમણથી મુક્ત થાય અને પર્યટન ઉદ્યોગ ફરી એક વખત ધમધમતો જોવા મળે તેને લઇને આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે.
સંઘપ્રદેશ દીવમાં 18 દિવસ બાદ કોરોના સંક્રમણની રિ-એન્ટ્રી