ગુજરાત

gujarat

By

Published : May 13, 2020, 2:44 PM IST

ETV Bharat / city

વાપીમાં વાહનચાલકો રસ્તા પર નીકળી પડતા ટ્રાફિકજામ, પોલીસે વાહનો કર્યા ડિટેઇન

સમગ્ર દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન માર્ગો પર થંભેલા વાહનો બુધવારે અચાનક રસ્તા પર નીકળી પડતા પોલીસે વાહનો ડિટેઇન કરવાની અને ટ્રાફિક નિયંત્રણ કરવાની ફરજ પડી હતી.

પોલીસે વાહનો કર્યા ડિટેઇન
પોલીસે વાહનો કર્યા ડિટેઇન

વાપી : લોકડાઉન 3.0 હજુ અમલમાં છે. લોકડાઉન 4ની સરકાર તૈયારી કરી રહી છે. તેવા સમયમાં વાપીમાં અચાનક બધું જ ચાલુ થઈ ગયું હોવાની અફવા ઉડતા રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અચાનક જ ટ્રાફિક વધતા મુખ્યમાર્ગો પર બેરીકેટ લગાવી ચોકી પહેરો ભરતા ટ્રાફિક જવાનો, પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વાહનોને રોકવાની અને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસે વાહનો કર્યા ડિટેઇન
વાપીમાં લોકડાઉન ખુલી ગયું હોવાની અફવામાં મોટાભાગે રીક્ષા ચાલકો દંડાયા હતા. મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો રીક્ષા લઈને પેસેન્જર શોધવા નીકળી પડ્યા હતા. તે જ રીતે ફોર વ્હીલર, ટૂ-વ્હીલર વાહનચાલકો પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. જેઓને પણ પોલીસે અટકાવી જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી હાથ ધરી છે.જો કે, વાપીમાં હાલ વાહનચાલકો જ માર્ગો પર ફરતા જોવા નહોતા મળ્યા, અન્ય કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા દુકાનદારોએ પણ દુકાનો ખોલી સાફસફાઈ કરી હતી. શહેરની મોટાભાગની દુકાનો ખુલી જતા કદાચ લોકડાઉન ખુલી ગયું હોવાની અફવાએ લોકો માર્ગો પર ઉતરી પડ્યા હતાં અને લોકડાઉનનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details