- વર્ષ 2021ના પ્રથમ દિવસે ઘર બહાર નીકળ્યા હતા
- 2021માં જિંદગીની નવી શરૂઆત થઈ હોવાનો અનુભવ કર્યો હતો
- નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા
દમણ: વર્ષ 2020ના કોરોના કાળ બાદ પ્રવાસીઓ વર્ષ 2021ના પ્રથમ દિવસે ઘર બહાર નીકળ્યા હતા અને 2019 બાદ હવે 2021માં જિંદગીની નવી શરૂઆત થઈ હોવાનો અનુભવ કર્યો હતો. પ્રવાસીઓએ દમણના દરિયા કિનારે વોલીબોલ, ઘોડેસવારી, દરિયામાં બોટ રાઈડિંગ, બનાના રાઈડિંગ, ATVT બાઇક રાઈડ સહિતની રાઈડની મજા માણી હતી.
દમણના દરિયા કિનારે 2021ના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોજ માણતા જોવા મળ્યા હતા પ્રસાશને પ્રવાસીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે અનુરોધ કર્યો હતો
કિનારાના બીચ પર નવા વર્ષના સ્વાગત માટે આવેલા પ્રવાસીઓએ ખાણીપીણીની મજા માણવા સાથે દમણ પ્રશાસન દ્વારા બીચના વિકાસ માટે જે વ્યવસ્થા ઉભી કરી છે. તેના વખાણ કર્યા હતા. ખુશનુમા વાતાવરણનો આનંદ માણવા સાથે પ્રસાશને પ્રવાસીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે અનુરોધ કર્યો હતો.
દમણના દરિયા કિનારે 2021ના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોજ માણતા જોવા મળ્યા હતા દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયાની મોજ માણતા જોવા મળ્યા હતા
મોટી દમણ લાઈટ હાઉસ બીચથી લઈને જામપોર બીચ સુધીના દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયાની મોજ માણતા જોવા મળ્યા હતા. જેઓએ દેશમાંથી કોરોના નાબૂદ થાય અને દેશવાસીઓનું જીવન ફરી રાબેતા મુજબ શરૂ થાય તેવી પ્રાર્થના કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
દમણના દરિયા કિનારે 2021ના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોજ માણતા જોવા મળ્યા હતા