ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપીની દમણગંગા નદીમાં શખ્સે લગાવી મોતની છલાંગ, ફાયર વિભાગે 4 કલાકની જહેમત બાદ બચાવી લીધો - વલસાડના તાજા સમાચાર

'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવત ગુરુવારે વાપીમાં સાચી પુરવાર થઇ હતી. વાપીના શ્રીમંત પરિવારના એક સભ્યએ દમણગંગા નદી પરથી નદીના ધસમસતા પ્રવાહમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં આ યુવક રેલવે બ્રિજના પીલ્લરમાં ફસાય ગયો હતો. જો કે, ઘટનાની તાત્કાલિક જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગે 4 કલાકની જહેમત બાદ તેને બચાવી લીધો હતો.

ETV BHARAT
વ્યક્તિએ વાપીની દમણગંગા નદીમાં લગાવી મોતની છલાંગ, ફાયર વિભાગે 4 કલાકની જહેમત બાદ બચાવી લીધો

By

Published : Aug 6, 2020, 11:03 PM IST

વલસાડ: વાપીમાં રહેતા અને ક્વોરીની મશીનરી ધરાવતા શ્રીમંત પરિવારનો પુત્ર પ્રકાશ માલવી ગુરુવારે પોતાની સ્વિફ્ટ કાર લઈને દમણગંગા નદીના બ્રિજ પર ગયો હતો. જ્યાં પ્રકાશે હાઇવે પર કાર પાર્ક કરી બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ નદીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો અને નજીકમાં આવેલા રેલવે બ્રિજના પીલ્લર પાસે ફસાઈ ગયો હતો.

દમણગંગા નદી

ઘટનાની જાણ વાપી ફાયર વિભાગની તરવૈયા ટીમને થતાં તાત્કાલિક એક રેસ્ક્યૂ ટીમ દમણગંગા નદી કિનારે આવી પહોંચી હતી. ફાયરની આ તરવૈયા ટીમે 4 કલાકની જહેમત બાદ યુવકને બચાવી લીધો હતો. ફાયર વિભાગની ટીમના જણાવ્યા મુજબ યુવકે દારૂના નશામાં આત્મહત્યાનો પ્રસાય કર્યો હતો.

વ્યક્તિએ વાપીની દમણગંગા નદીમાં લગાવી મોતની છલાંગ, ફાયર વિભાગે 4 કલાકની જહેમત બાદ બચાવી લીધો

આ આત્મહત્યાના પ્રયાસમાં યુવકને છાતીના ભાગે માર લાગ્યો છે. જેથી યુવકને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં માલવી પરિવારનો આ યુવક માનસિક તણાવ અનુભવતો હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details