વલસાડ: આદિજાતિ વન પ્રધાન રમણ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ઉમરગામ તાલુકા પંચાયત સભ્ય જવાહરસિંહજી પૂરોહીત દ્વારા અંબામાતાના મંદિરમાં રમણ પાટકરના સુઆરોગ્ય માટે મહામ્રૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના પોઝિટિવ રમણલાલ પાટકરના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન - રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ
વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને હાલમાં ગુજરાત રાજ્યમાં વન અને અદિજાતિના પ્રધાન રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ લોકલાડીલા નેતાના સારા સ્વાસ્થ્ય માટે અને લાંબા આયુષ્યની પ્રાર્થના માટે તેમના મત વિસ્તારમાં મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતું.
![કોરોના પોઝિટિવ રમણલાલ પાટકરના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7964591-thumbnail-3x2-m.jpg)
કોરોના પોઝિટિવ રમણલાલ પાટકરના લાંબા આયુષ્યની પ્રાર્થના માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું
કોરોના પોઝિટિવ રમણલાલ પાટકરના લાંબા આયુષ્યની પ્રાર્થના માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું
લોકલાડીલા નેતા રમણ પાટકરનું આરોગ્ય સારૂં રહે અને કોરોના રોગમાંથી મુક્ત થઈ દિર્ઘાયુ બને તેવી ભગવાન મુક્તેશ્વર મહાદેવ તથા જગત જનની માં જગદંબાને પ્રાર્થના કરી હતી. યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી.
આ યજ્ઞમાં ઉમરગામ તાલુકા પંચાયત સભ્ય અને રાજસ્થાન સેવા સમિતિના પ્રમુખ જવાહરસિંહજી પૂરોહીત, અગ્રણી બીલ્ડર્સ તથા અંબેમાતા ઘાર્મિક ટ્રષ્ટના પ્રમુખ મુરલી વર્મા, દહાડ ગ્રામ પંચાયત સરપંચ લાલા નાયક, સમાજીક સેવા કાર્યકર તેજા ચૌધરી, સોહનલાલજી જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.