વલસાડઃ જિલ્લાના તમામ તાલુકાઓમાં મંગળવારે વરૂણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી હતી. જિલ્લામાં સરેરાશ અડધાથી 2 ઇંચ વરસાદ છેલ્લા 12 કલાકમાં નોંધાયો હતો. કન્ટ્રોલ રૂમ તરફથી નોંધાયેલા વરસાદી આંકડા તાલુકા મુજબ જોઇએ તો,
- ઉમરગામ - 19 mm
- વલસાડ - 34 mm
- પારડી - 16 mm
- વાપી - 30 mm
- ધરમપુર - 54 mm
- કપરાડા - 18 mm
વલસાડ જિલ્લામાં ઝરમર વરસાદ
એક તરફ વરસાદે વલસાડ સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણને તરબતર કર્યું હતું. જેને લઈને જનજીવન ઠપ્પ થયું હતું. તો, સિઝનના કુલ વરસાદની સરખામણીએ ચોમાસુ ખૂબ જ નબળું હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે જિલ્લાના વરસાદની વિગતો જોઈએ તો, વલસાડ જિલ્લામાં 11મી ઑગસ્ટ સુધીમાં સરેરાશ 1436 mm વરસાદ વરસે છે. જે આ વખતે 37 ટકા ઓછા વરસાદ સાથે માત્ર 905 mm જ નોંધાયો છે. એ જ રીતે દમણમાં સરેરાશ 1458 mm વરસાદની સામે આ વખતે 42 ટકા ઓછા વરસાદ સાથે માત્ર 850.2 mm વરસાદ જ વરસ્યો છે. દાદરા નગર હવેલીમાં પણ સરેરાશ 1458 mm સામે માત્ર 1136 mm વરસાદ વરસતા હજુપણ 22 ટકા વરસાદની ઘટ છે.
વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો,
- ઉમરગામ - 1284 mm
- વલસાડ - 990 mm
- પારડી - 627 mm
- વાપી - 909 mm
- ધરમપુર - 657 mm
- કપરાડા - 870 mm
જો કે, જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે પાણીની સપાટી વધી છે. મધુબન ડેમમાં હાલ પાણીનું લેવલ 75.45 મીટર પર છે. 6844 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 954 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં આઉટ ફ્લો તરીકે વહી રહ્યું હોવાથી દમણગંગા વિયર ડેમ છલકાયો છે.
વલસાડ જિલ્લામાં ઝરમર વરસાદ નોંધાયો