- વાપીમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું
- 2 વિધર્મી યુવકો સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- આરોપીઓએ સગીરાને પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું
વાપી: તાલુકા વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ તેમના માતાપિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અચાનક ઘરે પરત ફરેલી સગીરાએ તેમના માતાપિતાને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે, 2 વિધર્મી યુવકોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જેના આધારે ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના
વાપીના ડુંગરા પોલીસ મથકમાં 10મી ઓગસ્ટના એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર દીકરી 7મી ઓગષ્ટથી ગુમ થઈ છે. જે અંગે ડુંગરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન 13મી ઓગસ્ટના ગુમ થયેલ સગીરા તેમના ઘરે પરત આવી હતી. સગીરા પરત આવતા તેના માતાપિતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર નામના 2 યુવકોએ તેનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.