દમણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના પ્રભારી (( Vinod Sonkar in charge of Dadra Nagar Haveli Daman ) ) તરીકે નિયુક્ત થયેલા UPના કૌશામ્બી લોકસભા સીટના સાંસદ વિનોદ સોનકર પહેલીવાર સંઘપ્રદેશની ચાર દિવસીય મુલાકાતે (Kaushambi Lok Sabha seat MP Vinod Sonkar visit )આવ્યાં હતાં. તેમનું ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ડાભેલ એન્ટ્રી ગેટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણી 2024માં દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારીની મુલાકાતથી ઉત્સાહ ભવ્ય બાઇક રેલી સાથે પ્રભારીનું સ્વાગતઆવનારી લોકસભા ચૂંટણી 2024માં દમણની સાથે દાદરા નગર હવેલી એમ બંને સીટો ( Lok Sabha Election 2024 ) પર ભગવો લહેરાય તેની જવાબદારી ભાજપ હાઈ કમાન્ડે UPના કૌશામ્બી લોકસભા સીટના સાંસદ વિનોદ સોનકરને સોંપી છે. પ્રભાર મળ્યા બાદ વિનોદ સોનકર પહેલીવાર સંઘપ્રદેશની ચાર દિવસીય મુલાકાતે (Kaushambi Lok Sabha seat MP Vinod Sonkar visit )આવ્યાં હતાં. સોનકરનું સ્વાગત (MP Vinod Sonkar visit Daman) ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ડાભેલ એન્ટ્રી ગેટ પર બાઈક રેલી સાથે શાનદાર રીતે કરવામાં આવ્યું હતું.
સોનકર દમણ DNH માં સંગઠન સાથે ચર્ચા કરશે ભાજપ પ્રભારીના દમણ આગમન (MP Vinod Sonkar visit Daman) પ્રસંગે ભાજપ કાર્યકરોની વિશાળ બાઈક રેલી પણ કાઢવામાં આવી હતી, જે બાદ તેઓ નાની દમણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે (Kaushambi Lok Sabha seat MP Vinod Sonkar visit ) પહોચ્યા હતાં. પોતાના ચાર દિવસીય પ્રવાસ દરમ્યાન વિનોદ સોનકર દમણ દીવ સાંસદ લાલુભાઇ પટેલ (Daman Diu MP Lalubhai Patel ), 3D ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સહિતના ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સાથે મેરેથોન મિટિંગો (MP Vinod Sonkar visit Daman) યોજીને 3Dમાં હાલની ભાજપની સ્થિતિ અને 2024માં તૈયારી અને સંગઠનમાં સુધારા વધારા સહિતની સમીક્ષા કરશે.
દમણ ભાજપની સુરક્ષિત લોકસભા સીટઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ને હજી બે વર્ષની વાર છે. પરંતુ વિરોધી પાર્ટીઓથી હંમેશા એક કદમ આગળ રહેતી ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે દમણ અને દીવ લોકસભાની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સુરક્ષિત સીટો પૈકીની એક ગણાય છે, જયારે દાદરા નગર હવેલી લોકસભા સીટને ભાજપના ટાર્ગેટ 144માં સામેલ કરવામાં આવી છે.