- ફરજ પરથી ઘરે જઈએ ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે છે : ડૉ નિશિતા
- સજા થયેલા દર્દીઓ ફરી મળે છે તો તેને જોઈને ખુશ થઈએ છીએ
- મિત્રના પિતાને બચાવી નહી શકવાનો થયો હતો અફસોસ
વાપી : કોરોનાના સેકન્ડ રાઉન્ડમાં અનેક તબીબો, પેરામેડીકલ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ પોતાની ફરજને વળગી રહ્યા છે. હજારો દર્દીઓને કોરોનાની સારવાર આપી બચાવ્યા છે. આવી જ સેવા વાપીની જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. નિશિતા મહેશ્વરી કરી રહ્યા છે. ડૉ. નિશિતાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દર્દીઓને સારવાર આપતી વખતે દર્દીઓની રોગ પ્રતિકાર શક્તિ અમને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો:અમદાવાદના ડોક્ટર સેલવી ખજાનચી દર્દીઓને આપી રહ્યા છે ટેલિફોનીક સારવાર
તબીબો દર્દીઓની તકલીફમાં તેને કરે છે બનતી મદદ
કોરોનાની પહેલી લહેરમાં અમદાવાદ અને હાલમાં વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કોવિડના દર્દીઓને સેવા આપતા ડૉ. નિશિતા મહેશ્વરી સાથે ETV Bharat એ મુલાકાત કરી હતી. આ પ્રસંગે, ડૉ. નિશિતા મહેશ્વરીએ દિનચર્યા, કોવિડકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલના કોવિડના સમયમાં ખૂબ સાંભળવું પડે છે. રોજ સવારે ઘરેથી હોસ્પિટલ આવ્યા બાદ વોર્ડમાં દર્દીઓને ચેક કરવા, તેમની દવાઓ અંગે જાણકારી મેળવવી કોઈને તકલીફ હોય તો તેને બનતી મદદ કરવી, આખો દિવસ આ રીતે જ દર્દીઓની સરસંભાળમાં નીકળી જાય છે.
એક જ લક્ષ્ય 'safety is more important'
ડૉ. નિશિતાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે ખૂબ સંભાળવું પડે છે. પરિવારમાં વૃદ્ધ દાદી, માતા-પિતા અને ભાઈ છે. જેમને કોરોનાનો ચેપના લાગી જાય તે માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. આ સમયગાળામાં અનેક પારિવારિક પ્રસંગોમાં હાજરી નથી આપી શકતા. પોતાના માટે, પરિવાર માટે અને દર્દીઓ માટે એક જ લક્ષ્ય રાખીએ છીએ કે 'safety is more important' એટલે ઘરે આવ્યાં બાદ પણ તેમની સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે છે.
પરિવારના સભ્યો કોરોનામાં સપડાયા