ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ જ દારૂ વેચાવી કમિશન મેળવતું હોવાનો AAPનો આક્ષેપ - Gujarat Assembly Election 2022

આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વાપીમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. Aam Aadmi Party Gujarat.

ભાજપ જ દારૂ વેચાવી કમિશન મેળતું હોવાનો AAPનો આક્ષેપ
ભાજપ જ દારૂ વેચાવી કમિશન મેળતું હોવાનો AAPનો આક્ષેપ

By

Published : Aug 25, 2022, 9:28 AM IST

Updated : Aug 25, 2022, 10:11 AM IST

વાપીરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી (Gujarat Assembly Election 2022) રહી છે. ત્યારે રાજકીય પક્ષો રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વાપી પહોંચ્યા (Aam Aadmi Party Gujarat) હતા. અહીં તેમણે વેપારીઓ સાથે સંવાદ (interaction with merchants) કર્યો હતો. તે દરમિયાન ગોપાલ ઈટાલિયાએ વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર પ્રહાર (Aam Aadmi Party Gujarat attack on BJP) કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાજપ વર્ષે 20,000 કરોડ રૂપિયાનું કમિશન લઈ દારૂ વેચાવે છે (liquor prohibition in gujarat) અને ચૂંટણી ફંડ મેળવે છે.

AAPએ કર્યો સંવાદ

AAPએ કર્યો સંવાદ વાપીમાં લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે આમ આદમી પાર્ટીએ સંવાદ કાર્યક્રમનું આયોજન (Aam Aadmi Party Gujarat) કર્યું હતું. જેમાં ઉપસ્થિત ગોપાલ ઈટાલિયાએ વાપીના વેપારીઓ સાથે સંવાદ (interaction with merchants) કરી તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. પાર્ટી આ તમામ પ્રશ્નો ધ્યાને લેશે તેવું જણાવ્યું હતું.

એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશેવાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક (liquor prohibition in gujarat) અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20,000 કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેચાવીને મેળવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી (Aam Aadmi Party Gujarat) વ્યવસ્થા કરશે.

ગોપાલ ઈટાલિયાએ જાણી વેપારીઓની સમસ્યા

GST, બેન્કિંગ સિસ્ટમ અને રોડરસ્તાની રજૂઆતો કરીગોપાલ ઈટાલીયાએ (Aam Aadmi Party Gujarat) જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતના (Aam Aadmi Party Gujarat) વેપારીઓને સાથે રાખીને ગુજરાતમાં આગળ વધે, ગુજરાતના લોકોનું ભલું થાય તેવું (development of gujarat) ઈચ્છે છે. તે માટે તેમના પ્રશ્નો, રજૂઆતો, ભલામણો સાંભળવા અલગ અલગ સ્થળો પર આ પ્રકારના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેવો એ GST, બેન્કિંગ સિસ્ટમ અને રોડરસ્તાની રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) પોતાનું વિઝન રજૂ કરશે.

GST, બેન્કિંગ સિસ્ટમ અને રોડરસ્તાની રજૂઆતો કરી

આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણીમાં મજબૂત પક્ષ તરીકે ઉભરીને આવશેગોપાલ ઈટાલીયા એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ તરીકે આગળ વધી રહી છે. અરવિંદ કેજરીવાલના આગેવાનીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક તાકાતવર પક્ષ તરીકે ઉભરી રહી છે. ગુજરાતમાં બદલાવ માટે વેપારીઓ અને જનતાનો સપોર્ટ મળી રહ્યો છે. આમ આદમીને કારણે જ ભાજપમાં ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. તેઓને CM બદલવા પડે છે. તો ક્યારેક મંત્રીઓ બદલી રહ્યા છે. જે લોકો ગુજરાતના લોકોનો અવાજ સાંભળતા નહોતા તે લોકોએ અવાજ સાંભળવા અને એક્શન લેવા મજબૂર બનવું પડ્યું છે. 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મજબૂત પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવશે.

આ પણ વાંચોNYTમાં મનીષ સિસોદીયાના વખાણથી ભાજપના પેટમાં તેલ રેડાતાં CBI દરોડા પડાવ્યાં ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

વેપારીઓ ઉદ્યોગો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશેવલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) મજબૂત વ્યક્તિત્વને ટિકિટ આપશે. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચૂંટણીના 4 મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરી (aap gujarat candidate list 2022) દીધી છે. વલસાડમાં પણ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. આવનારા દિવસોમાં જે રીતે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી રહ્યા છે. તેવી જ રીતે વલસાડમાં પણ આવશે.ઈટાલિયાએ વાપીના ઉદ્યોગ જગત અંગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ જગત માટે પણ અરવિંદ કેજરીવાલ પાસે ખાસ વિઝન છે, જે વિઝન લઈને વેપારીઓ ઉદ્યોગો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે.

ગુજરાત દેવાદાર છે, જ્યારે દિલ્હી નફો કરે છેભાજપ પર પ્રહાર કરતાં તેણે જણાવ્યું હતું કે, ભાજપે ગુજરાતને દેવાળિયું કર્યું છે. શિક્ષણ, સારવાર, પ્રવાસ, વિજળી આમાની એક પણ ચીજ મફત નથી આપતું તો પણ ગુજરાત દેવાદાર છે. જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, મુસાફરી મફતમાં આપીને દેવાદાર (arvind kejriwal gujarat free electricity) નથી. ગુજરાતમાં પણ આ સુવિધાઓ પૂરી પાડશે.

આ પણ વાંચોપાણીના મુદ્દે પ્રજા આકરા પાણીએ, વિચાર્યો ન હોય એવો વિરોધ કર્યો

યુવાનોને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતાઆ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. તે સંદર્ભે ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કઈ રીતે આગળ વધી રહી છે. કેવી તૈયારીઓ કરી રહી છે. તે અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. ઉપસ્થિત યુવાનોને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતાં.

Last Updated : Aug 25, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details