વલસાડઃ જિલ્લા એલસીબી પીઆઈ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી. આઈ. રાઠોડ તેમની ટીમ સાથે બુધવારે વાપીમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ભડકમોરા મોટી સુલપડ સ્થિત શિવ મંદિર સામે આદિત્ય ટેલર નામની દુકાનમાં વરલી મટકા રમી રહ્યા હતા. પોલીસે આરોપી યોગેશ પ્રકાશ સાવકારે, રોહિદાસ પ્રકાશ સાવકારે, વિનોદ ભાઈદાસ પાટિલ અને પ્રહલાદ રાધો પવાર પાસેથી વરલી મટકાનો આંકડો લીધો હતો. આ ઉપરાંત પોલીસે જુગારના રોકડા રૂપિયા 21 હજાર તથા 4 મોબાઈલ કિંમત રૂપિયા 15,500 તથા એક બાઈક કિંમત રૂપિયા 30 હજાર તેમ જ જુગાર રમવાના સાહિત્ય નોટબુક મળી કુલ રૂપિયા 66,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
વાપીમાં 4 ઓરોપીઓ વરલી મટકા રમતા ઝડપાયા - વાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
વાપીના સુલપડ વિસ્તારમાં ટેલરની દુકાનમાં વરલી મટકાના 4 આરોપીઓની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 66,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રથી કટિંગ લેનારા આરોપી સહિત વ્હોટ્સએપ ઉપર આંકડા લખાવનારા 14 લોકોને વોન્ટેડ જાહેર કરાયો છે.
વાપીમાં 4 ઓરોપીઓ વરલી મટકા રમતા ઝડપાયા
વરલી મથકમાં કટિંગ લેનાર કટિંગ લેનારા આરોપી મહેશ મંગેશ ચમાર સહિત વ્હોટ્સએપથી આંકડા લખાવનારા આરોપી જગદિશ, રાજુ કદમ, રણવીર, દિપક, શિવા, અનુપ ગુજરાતી, પંકજ, ધર્મેશ, મિસ્ત્રી કાકા, ભગવત, ભૈયાદાદ, હુન્ગરી સેટે અને પાટિલ તેમ જ પકડાયેલા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.