દમણમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની કોઈ અસર નહી, હવામાનમાં સામાન્ય પલ્ટો વર્તાયો - દમણ નિસર્ગ વાવાઝોડાની અસર
હવામાન વિભાગે સંઘપ્રદેશ દમણમાં નિસર્ગ વાવાઝોડાની અસર થવાની આગાહી કરી છે. પરંતુ વાવાઝોડાની કોઈ અસર દમણના કાંઠા વિસ્તારમાં જોવા મળી નથી. જો કે, હવામાનમાં આવેલા પલ્ટાને કારણે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
![દમણમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની કોઈ અસર નહી, હવામાનમાં સામાન્ય પલ્ટો વર્તાયો દમણમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની કોઈ અસર નહિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7456647-thumbnail-3x2-daman.jpg)
દમણમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની કોઈ અસર નહિ
દમણ: સંઘપ્રદેશમાં વાવાઝોડું ‘નિસર્ગ’ ત્રાટકી શકે છે, તેવી હવામાન વિભાગની આગાહી બાદ દમણ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દમણમાં કાંઠા વિસ્તારથી લોકોને દૂર કરવાની તૈયારી સાથે 4000 જેટલા લોકોને અગમચેતીરૂપે શેલ્ટર હોમમાં ખસેડ્યા છે. જો કે જામપોર બીચ, મોટી દમણ-નાની દમણ જેટી, દેવકા બીચ વિસ્તારનો દરિયા કાંઠો શાંત જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં દરિયા કાંઠે કોઈ જ અસર જોવા મળી નથી.
દમણમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની કોઈ અસર નહિ