ગુજરાત

gujarat

ETV Bharat / city

વલસાડઃ ધોડીપાડા ખાતે આદિજાતિ વિકાસ પ્રધાનના હસ્‍તે ઉમરગામ તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું - આદિજાતિ વિકાસ પ્રધાનના હસ્‍તે ઉમરગામ તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન

કોરોના મહામારીમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્રની સાથે આરોગ્‍યકર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. જેમના સમ્માનનો કાર્યક્રમ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્‍કૃતિક હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકર હાજર રહ્નીયા હતા.

ETV BHARAT
આદિજાતિ વિકાસ પ્રધાનના હસ્‍તે ઉમરગામ તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન

By

Published : Sep 29, 2020, 8:09 PM IST

વલસાડઃ કોરોના મહામારીમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્રની સાથે આરોગ્‍યકર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. જેમના સમ્માનનો કાર્યક્રમ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્‍કૃતિક હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકર હાજર રહ્નીયા હતા.

આ પ્રસંગે 170 જેટલી આશાવર્કર, ડૉક્‍ટર, આરોગ્‍યકર્મીઓ તેમજ ફિલ્‍ડ ઉપર જઇને કામ કરતા કર્મીઓનું મદુરા ફાઉન્‍ડેશનના સહયોગથી સેનિટાઇઝર, PPE કીટ અને માસ્‍ક આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. આ સમ્માન રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ડૉક્‍ટર, આરોગ્‍યકર્મીઓ, આશાવર્કર સહિત અનેક લોકોએ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી છે. જેના થકી અનેક કોરોના પોઝિટિવ દર્દીઓ સંપૂર્ણ સ્‍વસ્‍થ થઇને ઘરે પરત ફર્યા છે. વલસાડ જિલ્લાના નાગરિકોને કોરોનાથી બચાવવા જેમણે સતત પ્રયાસો કર્યા છે, તેમને બિરદાવી પ્રોત્‍સાહન આપવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. જેનાથી અન્‍યને પ્રેરણા મળશે.

કોરોના વોરિયર્સ દ્વારા કપરા સંજોગોમાં કરેલી સેવાઓની નોંધ લઇ મદુરા ફાઉન્‍ડેશન જેવી સેવાભાવી સંસ્‍થાઓ તેમને મદદરૂપ બની રહી છે. ડોક્‍ટર્સ, પેરામેડિકલ સ્‍ટાફ, આરોગ્‍યકર્મીઓ પોતાના પરિવારથી દૂર રહીને પોતાની કામગીરી નિષ્‍ઠાપૂર્વક નિભાવી રહ્યા છે, ત્‍યારે તેમની આ મહેતનને સફળ બનાવવા કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા, નિયમિતપણે માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવા, ગરમ પાણી તેમજ આયુર્વેદિક ઉકાળો પીવાની સાથે કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ.

આ કાર્યક્રમમાં મદુરા ફાઉન્‍ડેશનના મેનેજર પી.બી.ચંદ્રા, મદુરા ફાઉન્‍ડેશનના કર્મીઓ તેમજ કોરોના વોરિયર્સ અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details