વલસાડ: નિસર્ગ વાવાઝોડાને લઇને ઉમરગામ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના 12 ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યાં છે. જેથી આગમચેતીના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી અને મરીન પોલીસ જવાનોના મોટા કાફલાએ કાંઠા વિસ્તારના ગામોમાં ધામા નાખ્યાં છે.
ઉમરગામમાં ‘નિસર્ગ’ વાવાઝોડાને લઇ હાઈ એલર્ટ, 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર - નિસર્ગ વાવાઝોડુ
હવામાન વિભાગ દ્વારા નિસર્ગ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ઉમરગામના કાંઠા વિસ્તારના 12 ગામોને હાઇ એલર્ટ જાહેર કરી 6,470 લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યાં છે.
ઉમરગામમાં હાઈ એલર્ટ, 6,470 લોકોનું કરાયું સ્થળાંતર
વહીવટીતંત્રએ હાઈ અલર્ટ થયેલા તમામ 12 ગામના સરપંચોને અરબી સમુદ્ર ઉપરના વાવાઝોડા અંગે વાકેફ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આ ગામોમાં વસવાટ કરનારા 6,470 લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિક્ષણ બાદ આ તમામને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.