ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપીમાં વરસાદે મચાવી ધૂમ, લોકો કાગડોળે જોઈ રહ્યા છે સૂર્યનારાયણની રાહ - gujarat rain news today

વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તેમ જ દમણમાં બૂધવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સાથે જ વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. Heavy Rain in Valsad, Union Territory Dadra Nagar Haveli, Public life in trouble.

વાપીમાં વરસાદે મચાવી ધૂમ, લોકો કાગડોળે જોઈ રહ્યા છે સૂર્ય નારાયણની રાહ
વાપીમાં વરસાદે મચાવી ધૂમ, લોકો કાગડોળે જોઈ રહ્યા છે સૂર્ય નારાયણની રાહ

By

Published : Sep 15, 2022, 2:51 PM IST

વાપીહવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસની વરસાદની આગાહીનો (Meteorological department forecast) વર્તારો દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો. અહીં લસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી (Union Territory Dadra Nagar Haveli) તેમ જ દમણમાં સારી મેઘમહેર જોવા (Heavy Rain in Valsad) મળી હતી. અહીં ભાદરવા મહિનામાં છેલ્લા 26 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું (Public life in trouble) છે.

સર્વત્ર દોઢથી 4 ઈંચ સુધી વરસાદ

સર્વત્ર દોઢથી 4 ઈંચ સુધી વરસાદ જિલ્લામાં વરસાદની વિગતો જોઈએ તો, વલસાડ તાલુકામાં ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થતા 26 કલાકમાં દોઢથી 4 ઈંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો છે. તાલુકા મુજબ વિગતો જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 38 મિમી, કપરાડા તાલુકામાં 47 મિમી, ધરમપુર તાલુકામાં 55 મિમી, પારડી તાલુકામાં 73 મિમી, વલસાડ તાલુકામાં 68 મિમી અને વાપી તાલુકામાં સૌથી વધુ 106 મિમી વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ દમણમાં તો આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના (Union Territory Dadra Nagar Haveli)સેલવાસમાં 54 મિમી, ખાનવેલમાં 38 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે દમણમાં સૌથી વધુ 131.6 મિમી વરસાદ નોંધાયો છે.

મધુબન ડેમની આવકમાં વધારોસતત વરસતા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાપી જેવા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તો ઉપરવાસમાં પણ વરસતા વરસાદના કારણે મધુબન ડેમમાં (madhuban dam silvassa) 10,577 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 1 દરવાજો 1 મીટર સુધી ખોલી 6,257 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત મધુબન ડેમની સપાટી અત્યારે 78.50 મીટર પર છે.

આ વર્ષે સીઝનમાં નોંધાયો આટલો વરસાદજિલ્લા અને કેન્દ્રશાસિત દાદરાનગર હવેલી (Union Territory Dadra Nagar Haveli) તેમ જ દમણમાં સામાન્ય રીતે સિઝનનો સૌથી વધુ વરસાદ અષાઢ અને શ્રાવણ મહિનામાં જ પડી જાય છે. જોકે, આ વર્ષે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે મેઘરાજાએ ભાદરવા મહિનામાં પણ સટાસટી બોલાવી છે, જે જોતા સિઝનનો કુલ વરસાદ ગત વર્ષની તુલનાએ વધ્યો છે.

તાલુકાઓની વિગતતાલુકા મુજબ વિગત જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 86.25 ઈંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 154.47 ઈંચ, ધરમપુર તાલુકામાં 123.94 ઈંચ, પારડી તાલુકામાં 106.69 ઈંચ, વલસાડ તાલુકામાં 98.73 ઈંચ અને વાપી તાલુકામાં 112.83 ઈંચ વરસાદ (Heavy Rain in Valsad) નોંધાયો છે.

હાલાકી સર્જાઈકેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના (Union Territory Dadra Nagar Haveli) સેલવાસમાં 118 ઈંચ, ખાનવેલમાં 114 ઈંચ તો, દમણમાં સૌથી વધુ 120 ઈંચ વરસાદ નોંધાયો (gujarat rain news today) છે. સમગ્ર પંથકમાં વરસાદી પાણીના ભરાવાએ હાલાકી સર્જી છે. તો, આકાશમાં સૂર્યનારાયણ ગાયબ હોય ધૂમ્મસ છાયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડકનો (Heavy Rain in Valsad) એહસાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details