- વલસાડ અને દાદરા નગર હવેલીમાં બીજા દિવસે પણ વરસાદ
- સરેરાશ અડધાથી 2 ઇંચ વરસાદ વરસ્યો
- વરસાદથી જનજીવન પ્રભાવિત થયું
વલસાડ : જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં બુધવારથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે પણ સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ દરેક તાલુકામાં છૂટા છવાયા ઝાપટા સહિત ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ સમગ્ર પંથકમાં સરેરાશ અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 34 કલાકમાં વરસ્યો છે.
કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વરસાદી વાતાવરણને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. જનજીવન પ્રભાવીત થયું છે. મુખ્ય માર્ગો પર લોકો રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતાં. તો કેટલાક પ્રથમ વરસાદમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા હતાં. ધોધમાર સ્વરૂપે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.