ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને જયરાજસિંહ પરમારે વાપીમાં યોજી પત્રકાર પરિષદ - jayrajsinh parmar

વાપીમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને જયરાજસિંહ પરમારે પત્રકાર પરિષદનું આયોજન કરી હાલની પેટા ચૂંટણી ભાજપના ભ્રષ્ટાચારને કારણે જ યોજાઇ હોવાનું જણાવ્યું હતું. વધુમાં અર્જુન મોઢવાડિયાએ સુરતના કલામંદિરના જે નોટબંધી કૌભાંડને પૂર્વ અધિકારી PVS શર્માએ ઉજાગર કર્યુ છે, તેમાં તેમને સુરક્ષા પૂરી પાડી તેમના નિવેદન પર જ્યુડિશિયલ કમિશનની રચના કરી તપાસ હાથ ધરવામાં આવે જણાવ્યું હતું.

સુરતના કલામંદિર જ્વેલર્સના નોટબંધી કૌભાંડનો પર્દાફાશ કરનાર PVS શર્માને સુરક્ષા આપવી જોઇએ
સુરતના કલામંદિર જ્વેલર્સના નોટબંધી કૌભાંડનો પર્દાફાશ કરનાર PVS શર્માને સુરક્ષા આપવી જોઇએ

By

Published : Oct 22, 2020, 4:09 PM IST

  • પત્રકાર પરિષદમાં ભાજપ પર કૌભાંડના આક્ષેપ
  • પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો આશાવાદ
  • 'કૌભાંડનો પર્દાફાશ કરનાર PVS શર્માના નિવેદન પર જ્યુડિશિયલ કમિશનની રચના કરો'

વાપી : વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં વાપી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી પોતે જ નોટબંધી કૌભાંડના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર છે.

ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો

આ પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં એકપણ નવી શાળા-કોલેજો કે દવાખાના ઊભા કર્યા નથી. આ સરકારે માત્ર ભ્રષ્ટાચાર આચરી તળાવો ઉંડા કર્યા છે. ખેડૂતોને પાયમાલ કર્યા છે. કામદારો, શિક્ષિત બેરોજગારોની બેરોજગારી વધારી છે. હાલની પેટા ચૂંટણી પણ ભાજપના આવા ભ્રષ્ટાચારને કારણે જ ઉભી થઇ છે. આ પેટા ચૂંટણીમાં તમામ 8 સીટ પર કોંગ્રેસ વિજય મેળવશે. તેવો આશાવાદ મોઢવાડિયાએ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે કાર્યકરોએ જનતાનો દ્રોહ કર્યો છે તેને જનતા જવાબ આપશે.

અર્જુન મોઢવાડિયા અને જયરાજસિંહ પરમારે વાપીમાં કર્યુ પત્રકાર પરિષદનું આયોજન

નોટબંધી કૌભાંડ ખૂલ્લું પાડનારને હેરાનગતિ

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં સુરતમાં કલામંદિર જ્વેલર્સમાં નોટબંધી વખતે જે કૌભાંડ આચરાયું છે તેને ખુલ્લું પાડનાર PVS શર્માના ઘરે ભાજપ સરકાર રેડ પાડી તેને દબાવવાની કોશિશ કરી રહી છે. ખરેખર તો આ સમગ્ર કૌભાંડને ઉજાગર કરનાર PVS શર્માને સુરક્ષા પૂરી પાડવી જોઇએ અને તેમના આ નિવેદન પર જ્યુડિશિયલ કમિશનની રચના કરી તપાસ કરવી જોઈએ.

ભાજપના કાર્યકર્તાઓ જ લાભાર્થીઓ

આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ આક્ષેપો કર્યા હતા કે એકલા સુરતમાં જ નોટબંધી વખતે 5000 કરોડનું કાળું નાણું જમા થયું હતું. આ ભ્રષ્ટાચારના પ્રતાપે જ ભાજપ આ પેટા ચૂંટણી લડી રહ્યું છે અને ચૂંટણી કાર્યાલયો ખોલી રહ્યું છે. નોટબંધી વખતે ભાજપના કાર્યકર્તાઓ જ મુખ્ય લાભાર્થીઓ હતા. આ મસમોટા કૌભાંડના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર ખુદ વડાપ્રધાન પોતે જ હોવાનું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details