વાપી: ઉનાઈથી અમિત શાહના હસ્તે પ્રસ્થાન થયેલી ગુજરાત ગૌરવ યાત્રા (Gujarat Gaurav Yatra) અને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વાપીમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સાથે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, પ્રદીપસિંહ વાઘેલાએ વાપીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનતાને સંબોધન કરી હતી. આગામી વિધાનસભા ચૂંટણી 2022એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024માં ફરી વડાપ્રધાન બનાવવા માટેનો પાયો હોવાનું જણાવી ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન, ભાજપે આપ-કોંગ્રેસને આડે હાથ લઈ વિકાસની વાત કરી વાપીમાં જાહેરસભાનું આયોજનઉનાઈથી નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા અને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ગુરુવારે સાંજે વાપીમાં અંબા માતા મંદિર ખાતે પહોંચી હતી. અહીં આ યાત્રા જનસભામાં ફેરવાઈ હતી. જેઓને યાત્રા સાથે વાપી આવેલા રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ, વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી અને ભાજપ સંગઠનના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ સંબોધી હતી. પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજકીય નેતા અભદ્ર ભાષાનો પ્રયોગ કરે તે ક્યારેય અપેક્ષિત નથી. ઇટાલિયાએ દેશના વડાપ્રધાનનું જ નહીં પરંતુ દેશની મહિલાઓનું-જનેતાઓનું અપમાન કર્યું છે. આ નક્સલવાદનું નવું સ્વરૂપ અર્બન નકસલાઈટ છે. તેની અટકાયત કરી નથી. પોલીસે તેનું કામ કર્યું છે. જે ભૂતકાળમાં ભાજપના નેતાઓ સાથે કે કોંગ્રેસના નેતાઓ સાથે પણ બન્યું છે. આ પ્રકારના સંસ્કારો વાળા નેતાઓ ગુજરાતનું નેતૃત્વ કરવાના સપના જુએ છે. (Gujarat Gaurav Yatra from Unai)
ભાજપના પ્રહાર AAP કોંગ્રેસ પર વિકાસના કામોની ગાથાવધુમાં પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે પાર્ટી દેશ વિરોધી તત્વોને સમર્થન આપતી હોય, હિન્દુ ભગવાનમાં માનતી ન હોય તેવી પાર્ટીને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. ભાજપ આગામી વિધાનસભામાં ફરી એકવાર ઐતિહાસિક જીત મેળવશે. તો, જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન કાળમાં અને હાલમાં વડાપ્રધાન બન્યા બાદ દેશનો વિકાસ કર્યો છે. તેની ગાથા વર્ણવી કોંગ્રેસના રાજમાં નામચીન બની હુલ્લડો કરાવનાર, સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ અબ્દુલ લતીફ, રાજુ રિસાલદાર, વાપી નજીકના ભીલાડના ઇજ્જુ શેખના નામ લઈ મોદી સરકારે દેશને સુરક્ષિત રાખવા કરેલી એર સ્ટ્રાઈક જેવી કાર્યવાહીની યાદ અપાવી હતી. (Vapi Gujarat Pride Yatra)
2022ની ચૂંટણીએ 2024ની પૂર્ણેશ મોદીએ ગુજરાત ગૌરવ યાત્રા અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 6 સ્થાનોથી ગૌરવ યાત્રા નીકળી છે. જે જનસમર્થન મેળવવા આગામી દિવસોમાં પણ નીકળતી રહેશે. ભાજપે ગુજરાતની અને વડાપ્રધાન મોદીએ દેશની કાયાપલટ કરી છે. દેશહિતના લોકહિતના નિર્ણયો લીધા છે તે અંગે ગુજરાતની જનતાને જાગૃત કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારે કરેલા કાર્યોને જનતા વખાણે છે. યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. જે આધારે જનતાની અપેક્ષા જાણી આગળ વધવાનો ઉદેશ્ય છે. 2022ની ચૂંટણીએ 2024માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનો પાયો છે. આ ચૂંટણીમાં મતદારો વધુ મતદાન કરી ગુજરાત મોડલ અકબંધ હોવાનું ઉદાહરણ પૂરું પાડશે તેની પૂર્વ તૈયારી હોવાનું ઉમેર્યું હતું. (BJP Gujarat Gaurav Yatra)