દમણથી સુરત જતાં પ્રવાસીઓ સાથે GRD જવાને કરી મારામારી - જીઆરડી જવાન મારામારી
દમણમાં ફરવા આવેલા સુરતના પ્રવાસી સાથે ગુજરાતની હદમાં વલસાડના GRD જવાને ઓવરટેકના મુદ્દે બોલાચાલી કરી કારમાં નુકસાન પહોંચાડી કારમાં સવાર સુરતના કોન્ટ્રાક્ટરને માર મારતાં પારડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે આધારે પોલીસે તાત્કાલિક બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દમણથી સુરત જતાં પ્રવાસીઓ સાથે GRD જવાને કરી મારામારી
વાપી :સુરત મોટા વરાછા ખાતે રહેતાં અને લેબર કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતાં જગદીશ રાઠોડ તેમના ડ્રાઇવર રાકેશ શેલડીયા સાથે તેમની ફોર્ચ્યુનર કારમાં રવિવારના રોજ દમણની સહેલગાહ કરી પરત ફરતાં હતાં. ત્યારે ગુજરાતના મોતીવાડા હાઇવે પર પેટ્રોલ પંપ સામે તેમની કારને બાઈક પર આવેલા બે ઈસમોએ અટકાવી હતી અને ઓવરટેક મુદ્દે કારચાલક રાકેશ સાથે બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઇ કારચાલક રાકેશ અને અને તેના માલિક જગદીશને લાકડીથી તેમ જ ગડદાપાટુ વડે માર માર્યો હતો.