દમણ - દમણ સાયબર પોલીસે (Daman Cyber Police ) આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો (international cyber fraud racket)પર્દાફાશ કરી એક નાઇજિરિયનની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે દોસ્તી કરી મોંઘી ગિફ્ટની લાલચ આપી એટીએમ કાર્ડ, બેંકની વિગતો માંગી પૈસા ઉપાડી ફ્રોડ (Fraud on social media)કરતો હતો. પોલીસ તપાસમાં તેમની પાસેથી નકલી પાસપોર્ટ અને 12 જેટલા ફોન સહિતની સામગ્રી મળી આવી છે.
10 લાખની છેતરપિંડી કરનાર નાઇજિરિયનની ધરપકડ - આ ચકચાર જગાવતા કેસ (Fraud on social media)અંગે દમણ પોલીસે (Daman Cyber Police ) વિગતો આપી હતી કે, એક ફરિયાદીએ જાણ કરી કે તેના ફેસબુક એકાઉન્ટ પર ફિલિપ નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી હતી. જે બાદ થોડા દિવસો પછી તે વ્યક્તિએ તેને 1 કરોડ 39 લાખ રૂપિયાની મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવ્યું હતું. જેના બીજા દિવસે કસ્ટમ ઓફિસરનો ફોન આવ્યો હતો કે ભેટ ખૂબ મોંઘી છે. આથી તેણે કસ્ટમ ક્લિયરન્સ માટે 10 લાખ રૂપિયા ભરવા પડશે. જે પૈસા મોકલ્યા બાદ છેલ્લા 1 વર્ષથી તેને કોઈ ગિફ્ટ મળી નથી.
આ પણ વાંચોઃ Ahmedabad Cyber Crime : ગઠિયાએ સી આર પાટીલના નામે ચલાવી આવી વાત, જાણો શું છે મામલો
નકલી પાસપોર્ટ સાથે દિલ્હીમાં રહી કરતો હતો છેતરપિંડી -જે ફરિયાદ આધારે દમણ પોલીસે (Daman Cyber Police ) ગુન્હો નોંધી શંકાસ્પદ બેંક ખાતાઓની વિગતોનું પૃથ્થકરણ કરતા એક વિશાળ નેટવર્કની (international cyber fraud racket)જાણકારી મળી હતી અને જાણવા મળ્યું હતું કે નવી દિલ્હીમાં મોહન ગાર્ડન, ઉત્તમ નગર, મહાવીર એન્ક્લેવ અને ચંદ્રવિહારના વિવિધ વિસ્તારોના કેટલાક ATMમાંથી પૈસા ઉપાડવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ Case of the honey trap : પાટણમાં તબીબબંધુઓને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ
12 મોબાઈલ સહિત અન્ય સામગ્રી જપ્ત કરી-દમણ પોલીસે (Daman Cyber Police ) દિલ્હી જઈ આરોપી બેસિલ એડેકે ઓડિનીકપો (ઉમુદિયોરાનો નાઇજિરિયન નાગરિક)ને કુરિયર (Fraud on social media)મેળવતી વખતે રંગે હાથે ઝડપી (international cyber fraud racket)પાડ્યો હતો, જેને 02 નેપાળ બેંકના એટીએમ કાર્ડ અને એક આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ સહિત 12 ડેબિટ એટીએમ કાર્ડ્સ, 14 સિમ કાર્ડ, 12 મોબાઈલ ફોન, 6 ડોંગલ્સ, બેંક ચેકબુક સાહિતની સામગ્રી સાથે ધરપકડ કરી દમણ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર છેતરપિંડીના ઊંડા મૂળને બહાર કાઢ્યાં-ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી બેસિલ અડેકે ઓડિનિકપો પાસેથી નકલી પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. પોલીસ પાસે તેમનો કોઈ ફોટો કે ઓળખ પુરાવા ન હોવા છતાં પણ દિલ્હીથી ફેલાતા સાયબર છેતરપિંડીના (Fraud on social media) ઊંડા મૂળને બહાર કાઢ્યા છે. આ સાયબર છેતરપિંડીના ગુનાઓમાં અન્ય નાઇજિરિયન નાગરિકો (international cyber fraud racket) શામેલ છે. જે આવા ગુન્હા આચરી ભારતીય નાગરિકોના મહેનતના પૈસાને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના પર રોક લગાવવા દમણ સાયબર પોલીસે (Daman Cyber Police ) આવા લોકોને દબોચી લેવા વધુ તપાસ હાથ ધરી છે.