- ડુંગરી ફળિયામાં આગની ઘટના
- આગમાં 7 ભંગારના ગોડાઉન બળીને ખાખ
- ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
વલસાડ : વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં નાનામોટા અનેક ભંગારના ગેરકાયદેસર ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં છાશવારે આગના બનાવો બને છે. એવો જ વધુ એક આગનો બનાવ બનતા GIDC ઉપરાંત આસપાસના ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગ દુર્ઘટનામાં 7 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા.
7 ભંગારના ગોડાઉનમાં આગ લાગી
વલસાડના વાપી ડુંગરી ફળિયામાં આવેલા 7 ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ભંગારના ગોડાઉન સંચાલકો, ફાયર ફાઇટર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે વાપી ટાઉન અને વાપી GIDC સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી.