વાપી : બલિઠા ગામમાં વ્યક્તિની પત્નીને ડિલીવરીનો સમય નજીક આવતા બલિઠાથી વલસાડ સિવિલ હોસ્પિટલાં ખાતે લઈ જવાઇ હતી. જ્યાં મહિલાને અસહ્ય દુખાવો થતો હોય તે બુમો પાડતી હતી. જે દરમિયાન તેને બે દિવસ સુધી સારવાર હેઠળ રાખી નર્સ દ્વારા બુમો પાડીશ તો તારું ઓપરેશન કરી નાખીશું તેવું કહેતા ગભરાયેલી સગર્ભા મહિલાનું સ્ટ્રેચર પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફના કડવા અનુભવો મૃતક સગર્ભા મહિલાના પતિને થયા હતા.
સગર્ભા મહિલાને ડિલીવરી સમયે નર્સે કર્યો ગુસ્સો, મહિલાનું સ્ટ્રેચર પરથી પડી જતા મોત - દમણ ન્યુઝ
જેને આખો દેશ કોરોના યોદ્ધા ગણી ફુલથી નવાજી રહ્યો છે તે જ હોસ્પિટલનો સ્ટાફ ક્યારેક કેવી રીતે નિર્દોષની જાન લઈ લે તે અંગે ધ્રુજારી ઉપાડે એવો કિસ્સો વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જિલ્લાના બલિઠા ગામની સગર્ભાને ડિલીવરી સમયે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જે દરમિયાન નર્સે તેના પર ગુસ્સો ઠાલવી બૂમો પાડીશ તો ઓપરેશન કરી નાખીશ કહેતા ગભરાયેલી મહિલા સ્ટ્રેચર પરથી નીચે ઉતરી પડી જતા મોતને ભેટી હતી. જિલ્લાની આ ચકચારી ઘટનાને હાલ સિવિલ વિભાગ જ દબાવવા પ્રયાસ કરતો હોવાની ચર્ચા ઉઠી છે.
સગર્ભા મહિલાને ડિલિવરી સમયે નર્સે ગભરાવતા મોત
આ સમગ્ર ઘટનાને લઇને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે આ પહેલા આવી ઘટના બની હતી, પરંતુ આવી કોઇ પણ ઘટનાની હજુ જાણ થઇ નથી. જો આવી કોઇ ઘટના હશે અને જો તેની જાણ સંબંધીત અધીકારીને થશે તો તેના વિરૂદ્ધ યોગ્ય પગલા ભરીશુ.
Last Updated : May 8, 2020, 1:16 PM IST