લોકસભા ચૂંટણીને લઈને 28મી માર્ચથી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવા માટેનો પ્રથમ દિવસ છે. દમણમાં લોકસભા ચૂંટણીની એક સીટ માટે ભાજપમાંથી લાલુભાઈ પટેલને ટિકિટ આપી છે. ત્યારે લાલુભાઈ પ્રથમ દિવસે જ વિજયમુહરતમાં પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. જે અંગે તેમના નિવાસસ્થાને એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણમાં આજે ભાજપના લાલુભાઈ પટેલ ભરશે ઉમેદવારીપત્ર, કાર્યકરો સાથે બેઠક - Gujarat News
દમણ: કેન્દ્ર સાશિત શાસિત પ્રદેશમાં ભાજપના ત્રીજી ટર્મના ઉમેદવાર લાલુભાઈ પટેલે બુધવારે પોતાના નિવાસસ્થાને કચીગામ મંડળ અને બૂથ લેવલના કાર્યકરો સાથે મિટિંગનું આયોજન કરી ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી હતી. તો, ગુરુવારે એટલે કે આજે વિજય મુહર્તમાં ઉમેદવારી પત્રક પણ ભરવાના હોય તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તે અંગે પણ તમામને જરૂરી સૂચના આપી હતી.
કચીગામ મંડળ બૂથ લેવલની આ મિટિંગમાં 4 બુથના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને લાલુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દીપેશ ટંડેલ, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ પટેલ, લાલુભાઈના પત્ની તરુણાબેન પટેલ, મંડળના પ્રમુખ અમરત ભાઈ પટેલ સહિતના ભાજપ કાર્યકરોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ અને સાથે ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી લાલુભાઈને સમર્થન આપે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આ પહેલા બે ટર્મમાં દમણ દિવના સાંસદ રહી ચૂક્યા છે અને ભાજપે ત્રીજી ટર્મ માટે પણ લાલુભાઈને રિપીટ કર્યા છે.