ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના 40 નવા પોઝિટિવ કોસ નોંધાયા, 36 ડિસ્ચાર્જ

કોરોનાનો કહેર સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં યથાવત છે. રવિવારે સંઘપ્રદેશમાં 40 નવા કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જે સામે 36 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ

By

Published : Aug 2, 2020, 7:23 PM IST

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. રવિવારે દમણમાં 21 જ્યારે દાદરા નગર હવેલીમાં 19 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જે સામે દાદરા નગર હવેલીમાં 24 તો દમણમાં 12 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.

દમણ કોરોના અપડેટ

  • કુલ સક્રિય દર્દી - 185
  • ડિસ્ચાર્જ - 411
  • કન્ટેનમેન્ટ ઝોન - 123

સંઘપ્રદેશ દમણમાં રવિવારે 21 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જે સાથે કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 185 પર પહોંચી છે. જ્યારે 12 દર્દીઓને સારવારમાંથી રજા આપવા સાથે કુલ 411 દર્દીઓ સાજા થયા છે. રવિવારના 9 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 123 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

દાદરા નગર હવેલી કોરોના અપડેટ

દાદરા નગર હવેલી કોરોના અપડેટ

  • કુલ સક્રિય દર્દી - 213
  • ડિસ્ચાર્જ - 336
  • કન્ટેનમેન્ટ ઝોન - 205

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 19 નવા કોરોના પોઝિટિવ સાથે કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 213 પર પહોંચી છે. 24 કોરોના દર્દીઓને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવા સાથે કુલ 336 દર્દીઓ સાજા થયા છે. આજના નવા 17 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 205 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 98 કન્ટેનમેન્ટ ઝોન માત્ર સેલવાસ નગરપાલિકા વિસ્તારના છે.

દમણ કોરોના અપડેટ

ABOUT THE AUTHOR

...view details