ગુજરાત

gujarat

ETV Bharat / city

બર્ડફલૂને પગલે દમણની હોટલોમાં ચિકન પીરસવા પર પ્રતિબંધ - ગુજરાત સમાચાર

વલસાડ જિલ્લામાં મૃત કાગડાઓનો બર્ડફલૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વલસાડ કલેક્ટરે એક ખાસ જાહેરનામું બહાર પાડ્યું હતું.જેના પગલે સાવચેતીનાં ભાગરૂપે સંઘપ્રદેશ દમણનાં કલેકટર દ્વારા પણ દમણમાં બર્ડ ફલુને રોકવા માટે એક જાહેરનામું બહાર પાડીને આદેશ જારી કર્યો છે.

daman collectorate ban chicken in all hotels
દમણ કલેક્ટર દ્વારા જાહેર કરાયેલું જાહેરનામું

By

Published : Jan 14, 2021, 8:53 AM IST

  • દમણ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
  • બર્ડ ફ્લૂને રોકવા માટે આદેશ જારી કર્યો
  • ચિકન શોપ/હોટેલોમાં ફ્રોઝન પોલ્ટ્રી આઈટમ પર પ્રતિબંધ
    દમણ કલેક્ટર દ્વારા જાહેર કરાયેલું જાહેરનામું

દમણ: બર્ડ ફલૂની બિમારીને પ્રસરતી અટકાવવા માટે જિલ્લા કલેકટર રાકેશ મિન્હાસે એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને કેટલાક આદેશો આપ્યા છે. જેમાં દમણની દરેક હોટલ સંચાલકોને ચિકનની વાનગી ગ્રાહકોને ન પીરસવા માટે સૂચન કર્યું છે.

અન્ય રાજ્યના પોલ્ટ્રી ફાર્મ અને નોન પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને પણ નો એન્ટ્રી

આ ઉપરાંત કલેક્ટરે ચિકન શોપના સંચાલકોએ ફ્રોઝન પોલ્ટ્રી આઇટમ ન રાખવા આદેશ કર્યા છે. આ ઉપરાંત દમણમાં અન્ય રાજ્યના પોલ્ટ્રી ફાર્મ અને નોન પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને રાજ્યમાંથી લાવી શકાશે નહિ. દમણ પોલીસ અને RTO વિભાગે બોર્ડર અને ચેક પોઈન્ટ્સ ઉપર બંદોબસ્ત ગોઠવવા અને જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર અને DMCના વેટર્નિટી ઓફિસરને ડેઇલી રીપોર્ટ કરવા માટેનો આદેશ પણ દમણ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details