- અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝનું દમણ પધાર્યા
- દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયું સ્વાગત
- રામસેતુ ફિલ્મના શૂટિંગ માટે બન્ને કલાકારો દમણ આવ્યા
દમણ: બોલિવૂડ અભિનેતા અને જેક્લીન ફર્નાન્ડિઝ પોતાની ફિલ્મના શુુટિંગને લઈને દમણ (akshay kumar in daman) પધાર્યા છે. એરપોર્ટ પર બન્ને કલાકારો હેલિકોપ્ટરથી શૂટિંગ માટે આવ્યાં છે. દમણ કોસ્ટ ગાર્ડ (Daman Coast Guard ) દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે.
દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝનું કરાયું સ્વાગત અક્ષય કુમાર અહીંની ડેલટીન હોટેલમાં રોકાણ કરશે
દમણમાં દરિયા કિનારે અને પોર્ટુગીઝ સમયના કિલ્લાઓમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. રામ સેતુ ફિલ્મનું શૂટિંગ (Shooting of Ram Setu film) વલસાડ જિલ્લાના નારગોલ બીચ પર પણ થશે એવી માહિતી વહેતી થઈ છે. ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા વલસાડ ફોરેસ્ટ પાસે હાલ કોઈ પરમિશન લીધી નથી. જેને લઈને ફોરેસ્ટ વિભાગે શૂટિંગ અંગે વિગતો એકઠી કરવા તપાસ હાથ ધરી છે.