ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણ ભાજપે નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા, નામાંકન ભરવા માટે આજે છેલ્લો દિવસ - ઉમેદવારી ફોર્મ

દમણમાં 8મી નવેમ્બરે યોજાનારી ડીએમસી, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે ડીએમસીના બાકી રહેલા 5 વોર્ડના ઉમેદવારો સહિત જિલ્લા પંચાયત સભ્યો અને ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારોના નામોની નવી સૂચિ બહાર પડી હતી, જેમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

દમણ ભાજપે નગરપાલિકા અને જિલ્લા પંચાયતી ચૂંટણીના ઉમેદવારો  નામાંકન ભરવાના છેલ્લાં દિવસે જાહેર કર્યા
દમણ ભાજપે નગરપાલિકા અને જિલ્લા પંચાયતી ચૂંટણીના ઉમેદવારો નામાંકન ભરવાના છેલ્લાં દિવસે જાહેર કર્યા

By

Published : Oct 21, 2020, 2:33 PM IST

  • દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતી ચૂંટણી
  • ભાજપે નામાંકન ભરવાના છેલ્લ દિવસે ઉમેદવારો જાહેર કર્યા
  • કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો

દમણઃ દમણ ભાજપે નગરપાલિકા, જિલ્લા-ગ્રામ પંચાયત માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ ડીએમસીના 5 વોર્ડના ઉમેદવારોની તો વોર્ડ નંબર 4 માટે આશિષ નટવર પટેલ, વોર્ડ નંબર 10 માટે મૂકેશ કાંતિભાઈ પટેલ, વોર્ડ નંબર 7 ભાજપના જિલ્લા પ્રમુખ અસ્પી ઇરાચ દમણિયા, વોર્ડ નંબર 13 વિનય કુમાર જયંતીલાલ પટેલ અને વોર્ડ નંબર 15 પરથી તમન્ના શૌકત મીઠાણી ચૂંટણી લડશે.

  • દમણ જિલ્લા પંચાયતની 16 બેઠક છે

આ સાથે જ દમણ જિલ્લા પંચાયતની 16 બેઠકો માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની સૂચિ જોઈએ તો મરવડ નવીન રમણભાઈ પટેલ, કડૈયા મૈત્રી જતીન પટેલ, દુણેઠા A વિકાસ છીબાભાઈ પટેલ, દુણેઠા B જાગૃતિબેન કલ્પેશ પટેલ, ભીમપોર ઉદય કુમાર રમણલાલ પટેલ, વરકુંડ પ્રકાશ રમણ, આટિયાવાડ સુનિતા મોહન હળપતિ, ડાભેલ વિમલ શંકર પટેલ, ઘેલવાડ સિમ્પલ અમ્રત પટેલ, સોમનાથ A રિના હરીશ પટેલ, સોમનાથ B વર્ષિકા પિયુષ પટેલ, કચીગામ પલ્લવી મનીષ પટેલ, પટલારા સતીશ શાંતિલાલ, મગરવાડા ગોદાવરીબેન શીતલ કુમાર પટેલ, દમણવાડા કલાવતી મહેશભાઈ પટેલ, પરીયારી સુનિતા રાજેશ પટેલ ભાજપના સમર્થનથી ચૂંટણી લડશે.

આશા હતી અને નામ ન આવ્યાં તે ઉમેદવારો નિરાશ થયાં

જયારે ગ્રામ પંચાયતોની સરપંચ પદની 14 સીટો જેમાં મરવડ માટે પ્રીતિબેન ધનસુખભાઇ પટેલ, કડૈયામાં શંકરભાઇ ખુશાલભાઈ પટેલ, દુણેઠા સવિતાબેન ભરતભાઈ પટેલ, ભીમપોર શાંતુભાઇ હીરાભાઈ પટેલ, વરકુંડ નવીન કામલી, કચીગામ નાગરભાઈ પરાગભાઇ પટેલ, આટિયાવાડ ઉર્વશી જયેશ પટેલ, ડાભેલ હેમાંક્ષીબેન કનુભાઈ પટેલ, સોમનાથ પટેલ હેમલતા ઈશ્વરભાઈ, ઘેલવાડ હિતીષા જીગ્નેશ પટેલ, પટલારા મયુરીબેન ઉત્તમભાઈ પટેલ, મગરવાડા લખી પ્રેમા, દમણવાડા મુકેશ હરિનાથ ગોસાવી, પરીયારી પંક્તિબેન નાગરભાઈ પટેલના નામો જાહેર કરવામાં આવ્યાં હતાં.

8મી નવેમ્બરે યોજાનારી ડીએમસી, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં
  • આશા હતી અને નામ ન આવ્યાં તે ઉમેદવારો નિરાશ થયાં

જો કે ભાજપે જાહેર કરેલી છેલ્લી સૂચિમાં ઘણાં નામો બાકાત રહેતાં તેમણે ભાજપ કાર્યાલયેથી વિલા મોંએ પરત ફરવું પડ્યું હતું, એટલે દર વખતની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ પાર્ટીના નિર્ણયોથી નારાજ થયેલાં કાર્યકર્તાઓ વિદ્રોહનો સૂર કાઢે તે પહેલાં ભાજપ અને તેમના ઉમેદવારો તેમને મનાવી લેવા પાર્ટી માટે હિતાવહ રહેશે.

ABOUT THE AUTHOR

...view details