- પ્રદેશના અસ્તિત્વ માટે મતદાન કરો:કલાબેન ડેલકર
- શિવસેના ઉમેદવારે સેલવાસમાં મતદાન કર્યું
- ભાજપના ઉમેદવારે પોતાના ગામ કાઉંચામાં મતદાન કર્યું
સેલવાસ: દાદરા નગર હવેલીમાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણી (DNH by-election)ના મતદાનમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતે કાઉંચા ગામે અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સેલવાસમાં ટોકરખાડા પ્રાથમિક શાળામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મહેશ ગાંવિતે કાઉંચા ગામે વોર્ડ નંબર 1 પારસપાડામાં મતદાન કર્યું
દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ (BJP)ના ઉમેદવાર મહેશ ગાંવિતે કાઉંચા ગામે વોર્ડ નંબર 1 પારસપાડામાં મતદાન કર્યું હતું. પોતાના જીતના દાવા સાથે મતદાન કરવા આવેલા મહેશ ગાંવિતે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. જ્યારે શિવસેના (Shiv Sena)ના ઉમેદવાર અને જેના નિધન બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. તેવા દિવંગત મોહન ડેલકર (mohan delkar)ના પત્ની કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકરે સેલવાસમાં ટોકરખાડા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
અન્યાયની સામે ન્યાયનું મતદાન હશે