ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણ મુક્તિ દિવસની ઉજવણીમાં ભાજપ સાંસદનું નિવેદન, કહ્યું-માસ્ક પહેરવા કરતાં બાહોશ બનીને કરોના સામે લડો - દમણના તાજા સમાચાર

દમણના 60માં મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે દમણ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દમણ ભાજપના કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ સાંસદથી લઈને મોટા ભાગના કાર્યકરો પાર્ટી ખેસ પહેરીને આવ્યાં હતાં, પરંતુ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલ્યા હતા.

દમણ મુક્તિ દિવસની ઉજવણીમાં ભાજપ સાંસદનું નિવેદન, કહ્યું-માસ્ક પહેરવા કરતાં બાહોશ બનીને કરોના સામે લડો
દમણ મુક્તિ દિવસની ઉજવણીમાં ભાજપ સાંસદનું નિવેદન, કહ્યું-માસ્ક પહેરવા કરતાં બાહોશ બનીને કરોના સામે લડો

By

Published : Dec 19, 2020, 8:48 PM IST

Updated : Dec 19, 2020, 9:48 PM IST

  • મુક્તિ દિવસની ઉજવણીમાં ભાજપ ભાન ભૂલ્યું
  • પાર્ટી ખેસ યાદ રહ્યા પણ માસ્ક યાદ ના રહ્યાં
  • સાંસદે કહ્યું દમણ કોરોના મુક્ત છે
    દમણ મુક્તિ દિવસની ઉજવણી

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ત્યાર બાદ દર વર્ષે 19 ડિસેમ્બરે દમણ-દિવના મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાજપ પક્ષ દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષના હસ્તે તિરંગાને સલામી આપી મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યકરો અને સાંસદ માસ્ક પહેર્યા વિના જ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મામલે પ્રદેશ અધ્યક્ષે ભૂલ સ્વીકારી હતી. તો, સાંસદે દમણ કોરોના મુક્ત હોવાનું અને કોરોનાથી ડરી ડરીને જીવવા કરતા બાહોશ બનીને જીવવાની સુફીયાણી સલાહ આપી હતી.

દમણ મુક્તિ દિવસની ઉજવણી

દમણ ભાજપે મુક્તિ દિવસની ઉજવણી કરી

દમણના 60મા મુક્તિ દિવસ નિમિત્તે દમણમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી મુક્તિ દિવસની શુભકામના પાઠવી હતી. મુક્તિ દિવસના કાર્યક્રમ પ્રસંગે સાંસદ લાલુ પટેલ સહિત અન્ય પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોટાભાગના કાર્યકરો અને સાંસદ પાર્ટી ખેસ પહેરીને આવ્યાં હતા, પંરતુ કોરોના ગાઈડલાઈનને વિસરી માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિતના મહાનુભાવોએ ભાજપ સરકારમાં સંઘપ્રદેશની અનેકગણી પ્રગતિ થઈ હોવાની વાત કરી આગામી દિવસોમાં પણ પ્રદેશને પ્રગતિના પંથે લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી.

દમણ મુક્તિ દિવસની ઉજવણી

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા

કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી માસ્ક પહેર્યા વિના જ આવેલા કાર્યકરોએ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ના હોવાથી આ અંગે પ્રદેશ અધ્યક્ષે પોતાની ભૂલ સ્વીકારી આગામી કાર્યક્રમોમાં આ નિયમોને યાદ રાખીને કાર્યક્રમો કરશું તેવુ જણાવ્યું હતું.

માસ્ક પહેરવા કરતા બાહોશ બની સામનો કરો: દમણ સાંસદ

સાંસદ લાલુ પટેલે માસ્ક અંગે જણાવ્યું હતું કે, માસ્ક પહેરવું જરૂરી છે, પરંતુ દમણ કોરોના મુક્ત છે. અહીં કોરોનાનો એટલો કહેર નથી. એટલે લોકોએ પણ ડરી ડરીને જીવવા કરતા બાહોશ બની તેનો સામનો કરવો જોઈએ.

દમણ મુક્તિ દિવસની ઉજવણી

પ્રશાસનના કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશથી સાંસદને દૂર રખાયા

દમણના મુક્તિ દિવસ પ્રસંગે પ્રશાસક પોતે જ ઉપસ્થિત નહીં હોવાથી પ્રશાસનના મુખ્ય કાર્યક્રમમાં સાંસદને ધ્વજવંદનથી અને પ્રજાજોગ સંદેશ આપવાથી દૂર રાખ્યા હતા. તેનાથી પોતે નારાજ છે કે કેમ તે અંગે સવાલ પૂછતાં સાંસદ લાલુ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે પ્રશાસક ઉપસ્થિત રહ્યા નથી, પરંતુ તે પ્રજાજોગ સંદેશ આપવાથી દૂર રહ્યા છે.

દમણ મુક્તિ દિવસની ઉજવણી

ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસન હેઠળથી 1961માં આઝાદ થયા બાદ વિવિધ પ્રશાસનિક પ્રદેશ હતા. 19 ડિસેમ્બર અને 2 ઓગસ્ટના દિવસે સંઘ પ્રદેશ પોતાના વિવિધ મુક્તિ દિવસની ઉજવણી કરતા હતા, પરંતુ એક વર્ષ પહેલાં આ પ્રદેશો એક શાસન હેઠળ આવ્યા છે. જેને લઈને દમણની આ વખતની મુક્તિ દિવસની ઉજવણી નામ માત્રની ઉજવણી રહી હતી.

Last Updated : Dec 19, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details