ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉમરગામ GIDC થર્ડ ફેઝમાં ઓવર હેડ કન્ટેનર GEBના કેબલને ટચ થતા થયો ધડાકો - An explosion took place in Umargam GIDC touching the wire

રવિવારે ભર બપોરના એક DN પાર્સિંગનું ઓવર હેડ કન્ટેનર ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાંથી પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન ઓવર હેડ કન્ટેનર પર મૂકેલી ટાંકી GEBના કેબલ સાથે ટચ થઇ જતા ધડાકો થયો હતો. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઉમરગામ GIDC થર્ડ ફેઝમાં ઓવર હેડ કન્ટેનર GEBના કેબલને ટચ થતા થયો ધડાકો
ઉમરગામ GIDC થર્ડ ફેઝમાં ઓવર હેડ કન્ટેનર GEBના કેબલને ટચ થતા થયો ધડાકો

By

Published : Oct 19, 2020, 3:47 AM IST

  • GEBના કેબલને ટચ થતા ધડાકો
  • ટાંકી GEBના કેબલ સાથે ટચ થઇ જતા ધડાકો થયો
  • આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો

ઉમરગામઃ GIDCના થર્ડ ફેઝના ચાર રસ્તા પાસેથી રવિવારે બપોરે એક DN પાસિંગનું ઓવર હેડેડ કન્ટેનર નં DN-09 -Y-9626 પસાર થઈ રહ્યું હતું. તે સમયે કન્ટેનરમાં મુકેલ ટાંકી GEBના કેબલને ટચ થતા ધડાકો થયો હતો. ધડાકો થતા કન્ટેનરનો ડ્રાઇવર કન્ટેનરમાંથી બહાર કુદી પડ્યો હતો.

ઉમરગામ GIDC થર્ડ ફેઝમાં ઓવર હેડ કન્ટેનર GEBના કેબલને ટચ થતા થયો ધડાકો

ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડ્યું

આ અંગે ની જાણ ઉમરગામ પાલિકા અને નોટિફાઇડના ફાયર ફાઈટર ને થતા તેઓ એ ઘટના સ્થળે આવીને કન્ટેનરમાં લાગેલી આગને તાત્કાલિક કાબુમાં લીઘી હતી. પરંતુ કન્ટેનરના પાછળના ટાયર બળી ખાક થઈ ગયા હતા.

ઉમરગામ GIDC થર્ડ ફેઝમાં ઓવર હેડ કન્ટેનર GEBના કેબલને ટચ થતા થયો ધડાકો

ABOUT THE AUTHOR

...view details