ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના અસરઃ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGM અને ચૂંટણી મોકૂફ - દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGM મુલ્તવી

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA) દ્વારા સોમનાથ સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 41મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને નવા પ્રમુખ માટેની ચૂંટણીને મુલત્વી રાખવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારીને કારણે આગામી ચૂંટણીને પાછી ઠેલવવા સાથે દરેક ઉદ્યોગકાર હાલની મહામારીમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

ETV BHARAT
દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGM અને ચૂંટણી મુલત્વી

By

Published : Aug 4, 2020, 9:58 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણમાં સોમનાથ ઔદ્યોગિક વસાહતમાં આવેલી દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ના કમિટી મેમ્બરોની એક બેઠકનું આયોજન DIA કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજિત આ બેઠકમાં DIA પ્રમુખ અને સેક્રેટરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાવાની હતી અને તે બાદ ચૂંટણીનું આયોજન હતું, પરંતુ કોરોના મહામારીને ધ્યાને રાખી આ આયોજન મુલત્વી રાખવામાં આવ્યું છે. આ સાથે જ કોરોનાને કારણે દરેક ઉદ્યોગપતિઓ સરકારની ગાઇડલાઈનને અનુસરવા અંગે કહેવામાં આવ્યું છે.

AGM અને ચૂંટણી મુલત્વી

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGM અને ચૂંટણી મુલત્વી

  • દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કમિટી મેમ્બરોની બેઠક યોજવામાં આવી
  • આ બેઠકનું આયોજન DIA કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું
  • બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
  • દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી મુલત્વી રખાઈ

મોટા ભાગના ઉદ્યોગપતિઓ મુંબઈ રહેતા હોવાથી, તે સંઘ પ્રદેશમાં આવી શકતા નથી. જેને લઈને 41મી AGM અને પ્રમુખની ચૂંટણીને મુલત્વી રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થવા પર દરેક સભ્યોને જાણકારી આપી AGM અને ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, DIAમાં આગામી 26મી ઓગસ્ટના રોજ AGM (વાર્ષિક સામાન્ય સભા) યોજાવાની હતી. ત્યારબાદ ચૂંટણી યોજવાની હતી.

આ બેઠકમાં DIA પ્રમુખ રમેશ કુંદનાની, ઉપ-પ્રમુખ પવન અગ્રવાલ, સેક્રેટરી સની પારેખ સહિતના કમિટી મેમ્બરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGM અને ચૂંટણી મુલત્વી

ABOUT THE AUTHOR

...view details