- ઉમરગામમાં ભારે વરસાદ બાદ કલેકટરે સ્થળ મુલાકાત કરી
- સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના 366 લોકોનું સ્થળાંતર કર્યું
- પાણી ભરાવાને કારણે કેટલાક રસ્તા બંધ કરી ડાયવર્ટ કરાયા
વલસાડ :ઉમરગામ તાલુકામાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા સંજાણ, ફણસા, કરમબેલે, દહેરી, ગોવાડા, માંડા અને ખતલવાડા વગેરે ગામોના અસરગ્રસ્ત સ્થાનિક 366 લોકોને કામચલાઉ સ્થળાંતર કરાવ્યું હતું તેમજ તાલુકાના કેટલાક માર્ગો પર પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા. તે માર્ગોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- વલસાડ જિલ્લાના ઉમરગામ-વાપીમાં ભારે વરસાદ 4 કલાકમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ
વરસાદમાં મદદની જરૂર જણાય તો ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરવી
જિલ્લા કલેક્ટરે ચોમાસાની સીઝનમાં જો કોઇ મદદની જરૂર જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ફોન નંબર 02632-243238 પર જાણ કરવા જિલ્લાના તમામ નાગરિકોએ અપીલ કરી છે. વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં 31મી ઓગસ્ટના રોજ સવારે 6 કલાક પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 49mm, કપરાડા તાલુકામાં 4mm, ધરમપુર તાલુકામાં 04mm, પારડી તાલુકામાં 22mm, વલસાડ તાલુકામાં 38mm અને વાપી તાલુકામાં 40mm વરસાદ નોંધાયો છે.