ગુજરાત

gujarat

ETV Bharat / city

No Tobacco Day 2021 પર પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ, લોકોએ કહ્યું " પહેલા તમે તમાકુ ખાવાનું બંધ કરો " - Praful khoda patel gets trolled

દર વર્ષે 31 મે ના રોજ ' World No Tobacco Day ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ' Quit Tobacco to be a Winner ' છે. જોકે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ લક્ષદ્વિપ પ્રશાસકનો હવાલો સંભાળતા પ્રફુલ પટેલને આ દિવસે ટ્વીટ કરવું ભારે પડ્યું છે. ' World No Tobacco Day ' પર પ્રફુલ પટેલના ટ્વિટ બાદ લોકોએ તેમને જ પહેલા ગુટખા નહીં ખાવાની અને દારૂની પરમિશન ન આપવાની સલાહ આપતા રિટ્વીટ કર્યા હતાં.

No Tobacco Day 2021 પર પ્રફુલ પટેલ
No Tobacco Day 2021 પર પ્રફુલ પટેલ

By

Published : May 31, 2021, 5:25 PM IST

  • World No Tobacco day 2021 પર પ્રફુલ પટેલનું ટ્વિટ
  • ટ્વિટર યુઝર્સે આપ્યા વિરોધ સાથેના રિપ્લાય
  • લક્ષદ્વિપમાં પ્રફુલ પટેલનો થઈ રહ્યો છે વિરોધ


સેલવાસ : સંઘપ્રદેશ લક્ષદ્વિપમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલ World No Tobacco Day 2021 ના દિવસે ટ્વિટર પર ટ્રોલ થયા હતાં. તેમના ટ્વિટ બાદ અન્ય ટ્વિટર યુઝર્સે તેમને ગુટખા, દારૂ અને લક્ષદ્વિપના લોકોનું થતું શોષણ અંગે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે

તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા ( Global Adults Tobacco Survey India-GATS )ના 2016-2017 ના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે. આ દિવસને ધ્યાને રાખી દાદરા નગર હવેલી અને દમણ-દિવ તેમજ લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું.

પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલું ટ્વિટ ટ્વિટ
  • પ્રફુલ પટેલના આ ટ્વિટ બાદ એક ટ્વિટર યુઝરે રિપ્લાય આપ્યો હતો કે, " દારૂના સેવન અંગે શું કહેવું છે, તમે લક્ષદ્વિપમાં પરમિટ આપો છો. શું તે શરીર માટે સારૂ છે કે પછી તમારા સેવિંગ્સ એકાઉન્ટ માટે ? "
    પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ

  • એક યુઝરે લખ્યું હતું કે, " પહેલા તમે ગુટખા ખાવાનું બંધ કરો, નશાની હાલતમાં ક્યા ક્યા પ્રકારના નિયમો લઈને આવો છો.. "
    પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ

  • અન્ય યુઝરે લખ્યું હતું કે, " અમે રાહ જોઈએ છીએ કે, તમે લક્ષદ્વિપમાં કઈ હદ સુધી નીચે જાઓ છો "
    પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ

  • તો વધુ એક ટ્વિટર યુઝરે સાપનો ફોટો શેર કર્યો હતો. જેની નીચે બીજા યુઝરે લખ્યું હતું કે, " તમે આ દેશ માટે હાનિકારક છો. "
    પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ

પ્રશાસક પ્રફુલ ખોડાને પરત બોલાવવા કેન્દ્ર સરકારને અપીલ

સંઘપ્રદેશ દાદરા નગરહવેલી તેમજ લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલ પટેલનો હાલ લક્ષદ્વિપ સંઘપ્રદેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમની સામે લક્ષદ્વિપના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ મોહમ્મદ ફૈઝલ અને પડોશી રાજ્ય કેરળના તેમના સહકર્મચારી ટી. એન. પ્રતાપમન (કોંગ્રેસ), એલામારન કરીમ (મા.ક.પા) અને ઈ.ટી. મોહમ્મદ બશીર (મુસ્લિમ લીગ) દ્વારા કેન્દ્ર સરકારને ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ ખોડાને પરત બોલાવવા માટે અપીલ કરવામાં આવી છે.

વિપક્ષો આ આક્ષેપો લગાવીને કરી રહ્યા છે વિરોધ

વિપક્ષોએ પ્રફુલ પટેલ પર મુસ્લિમ બહુમતી ધરાવતા દ્વિપો પરથી દારૂના સેવન પરથી પ્રતિબંધ હટાવવા, પશુ સંરક્ષણનો હવાલો દેતા બીફ ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવા અને તટરક્ષક અધિનિયમના ઉલ્લંઘનના આધાર પર તટીય વિસ્તારોમાં માછીમારોની ઝૂંપડીઓને તોડવાનો આરોપ લગાવ્યો છે.

લક્ષદ્વિપ સહિત દાદરા નગર હવેલીમાં પણ વિરોધ

દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલને ગત વર્ષે ડિસેમ્બરમાં દિનેશ્વર શર્માના નિધન પછી લક્ષદ્વિપનો પદભાર સોંપવામાં આવ્યો હતો. પ્રફુલ પટેલના પ્રશાસક તરીકેના વહીવટ દરમિયાન તેમનો સતત વિરોધ થતો આવ્યો છે. હાલમાં તેમની સામે લક્ષદ્વિપ ઉપરાંત દાદરા નગર હવેલીમાં પણ 7 ટર્મના અપક્ષ સાંસદ સ્વ. મોહન ડેલકરને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ થયો હતો. તેમના કાર્યકાળ દરમિયાન અન્ય અધિકારીઓએ પણ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો તેમના પર લગાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details