ગુજરાત

gujarat

ETV Bharat / city

ટ્રકચાલકે કાબુ ગુમાવતા 3 વાહનોને અડફેટે લીધા, કારચાલકનો ચમત્કારિક બચાવ - અકસ્માત

વાપી: શહેરના ઇમરાનનગર વિસ્તારમાં ટ્રક ચાલકે એક સાથે ત્રણ વહનોને અડફેટે લેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અકસ્માતમાં તમામનો જીવ બચી ગયો હતો.પરંતુ એક કારને ટ્રકની જોરદાર ટકકરે વિજપોલ સુધી ઢસડીને લઈ જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં વિજપોલને નુકસાન થવાની કારણે વીજપુરવઠો પણ ખોરવાયો હતો.

ટ્રકચાલકે કાબુ ગુમાવતા ત્રણ વાહનોને લીધા અડફેટે, કારચાલકનો ચમત્કારિક બચાવ

By

Published : Nov 11, 2019, 6:50 PM IST

વાપીમાં દમણ તરફથી નેશનલ હાઇવે તરફ જઈ રહેલા ટ્રકચાલકે ટ્રકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ઇમરાનનગર વિસ્તારમાં બે કાર અને એક રિક્ષા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ટ્રક ચાલકે ટ્રક અને ડ્રઈવર સમેત કારને રસ્તા પરથી સાઈડમાં આવેલ વીજપોલ સુધી ઢસડી હતી. કારચાલક કારમાં જ ફસાઈ ગયો હતો.

ટ્રકચાલકે કાબુ ગુમાવતા ત્રણ વાહનોને લીધા અડફેટે, કારચાલકનો ચમત્કારિક બચાવ

આ ગંભીર અકસ્માતમાં વિજળીનો થાંભલો પણ વળી જતા વીજતાર તૂટી ગયા હતા. તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો. અચાનક બનેલી આ અકસ્માતની ઘટનાથી આસપાસના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. લોકોએ તાબડતોબ ધસી આવી કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે ટ્રક ડ્રાઇવર તકનો લાભ લઇ નાસી છૂટયો હતો.

અકસ્માતની ઘટના દરમિયાન માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે એક નેનો કાર અને રીક્ષાને પણ અડફેટે લીધી હતી. સદનસીબે રિક્ષામાં કોઈ સવાર નહોતું અને નેનો કાર સાઈડમાં પાર્ક કરેલી હોય જાનહાનિ ટળી હતી. ઘટના બાદ ક્રેઇન મંગાવી કારને વીજ પોલ અને ટ્રકની વચ્ચેથી અલગ કરાઇ હતી. સેલ્વાસ પાર્સિંગની આ કારને મોટાપાયે નુકસાન થયું હતું. સમગ્ર ઘટના અંગે આસપાસના લોકોમાં પણ ટ્રક ચાલક સામે રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

ABOUT THE AUTHOR

...view details