સેલવાસ: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા, ખેતીવાડી તાલીમ કેન્દ્ર ખાતે 2 દિવસીય 'ટીચર્સ ઇનોવેશન ફેર'નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓ માટે નવી ટેક્નીક દ્વારા શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિ અંગે જાણકારી આપવામાં આવી હતી.
રંગોળી કરનારી વિદ્યર્થિનીઓને મળ્યાં પ્રમાણપત્ર પ્રદેશમાં શિક્ષણના સ્તરને સુધારવા આયોજિત અનોખા કાર્યક્રમ સાથે શિક્ષકો દ્વારા કેટલીક કૃતિઓ રજૂ કરવામા આવી હતી. જેનું નિરીક્ષણ શિક્ષણ વિભાગના અધિકારી જયેશભાઈ ભંડારીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 3 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રંગોળી કરનાર વિદ્યાર્થિનીઓ પ્રદેશની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં જે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ કરવામા આવ્યુ છે, તેના સંદર્ભે રંગોળી બનાવવામાં આવી હતી. જેમા સાયલી ચોકીપાડાની શાળાને પ્રથમ અને સેલવાસ ગુજરાતી મીડીયમ શાળાને નંબર 2 આપવામાં આવ્યો હતો.
દાદરા નગર હવેલીમાં 'ટીચર્સ ઇનોવેશન ફેર' કાર્યક્રમનું આયોજન કરાયુ રંગોળી બનાવનારા આ વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીના કાર્યક્રમ દરમિયાન ઈનામ આપી સન્માનિત કરવામા આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારી, એકાઉન્ટ ઓફિસર મિથુન રાણા અને CRC કો-ઓર્ડીનેટર સહિત 75 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં 'ટીચર્સ ઇનોવેશન ફેર' કાર્યક્રમનું આયોજન કરાયુ