વલસાડ: વાપી પાસેના એક ગામમાં રહેતા એક હવસખોર યુવકે 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ આરોપીની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ હવસખોર યુવકને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પડોશમાં રહેતી કિશોરીને પોતાના રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચરી કોઈને જણાવવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી.
વલસાડમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ
- આરોપીની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી આરોપીને કરાયો હતો હોમ ક્વોરેન્ટાઇન
- ક્વોરેન્ટાઇન દરમિયાન આરોપીએ આચર્યું દુષ્કર્મ
- પોલીસે PPE કીટ પહેરી આરોપીની કરી ધરપકડ
કિશોરીના માતા-પિતાને દુષ્કર્મની જાણ થતાં, તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેથી પોલીસે PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરનારા યુવકની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે.