- 5 દિવસમાં ઉમરગામ નગરપાલિકામાં 111 ફોર્મ ભરાયાં
- ઉમરગામ તાલુકા પંચાયતમાં 122 ફોર્મ ભરાયાં
- વાપી તાલુકા પંચાયતમાં 69 ફોર્મ ભરાયાં
વલસાડ: ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ વાપી તાલુકા પંચાયતની ચૂંટણી માટે 13 ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ અંતિમ દિવસે ઉમરગામ નગરપાલિકામાં 52, ઉમરગામ તાલુકા પંચાયતમાં 49 અને વાપી તાલુકા પંચાયતમાં 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.
જિલ્લા પંચાયતની 38 બેઠક માટે 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકા પંચાયતની 158 બેઠક તેમજ ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને 8થી 13 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં જિલ્લા પંચાયતની 38 બેઠક માટે 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં નોંધાઇ સૌથી વધુ ઉમેદવારી
આ જ રીતે ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક માટે 122 ઉમેદવારોએ, ઉમરગામ નગરપાલિકાની 28 બેઠક માટે 111 ઉમેદવારોએ, જ્યારે વાપી તાલુકા પંચાયતની 20 બેઠક માટે 69 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સૌથી વધુ ઉમેદવારોની નોંધણી ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં નોંધાઇ છે.