વાપીઃ દમણમાં મંગળવારે વધુ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 19 દર્દીઓ રિકવર થતા તેને સારવારમાંથી મુક્તિ આપવામાં આવી હતી. દમણમાં અત્યાર સુધીમાં કુલ 151 કેસ એક્ટિવ કેસ છે. જ્યારે 346 દર્દીઓ સાજા થયા છે. નવા 3 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 105 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 49 દર્દીઓ રિકવર, 34 દર્દી પોઝિટિવ
વલસાડ જિલ્લાની જેમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ મંગળવારે સામટા 34 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં તો 49 દર્દીઓને સારવાર માંથી રજા આપવામાં આવતા લોકો માટે સારા સમાચાર પણ સામે આવ્યા હતાં.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી
આ તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ 17 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. 30 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કુલ 456 કોરોના પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાંથી 269 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ 187 લોકો સારવાર હેઠળ છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે એક મોત નોંધાયેલું છે. જયારે 5 કેસો માઈગ્રેટ સ્ટેટના છે. દાદરા નગર હવેલીમાં વધુ 15 નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 195 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.