વાપી: વાપી નગરપાલિકા વિસ્તારમાં સેવા સપ્તાહ અંતર્ગત વાપી શહેર ભાજપ સંગઠન, વાપી નગરપાલિકા દ્વારા લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ આવે, લોકો પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેવા આશય સાથે 2000 કાપડની થેલીઓનું અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાપીમાં ભાજપ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા કાપડની 2000 થેલીઓનું વિતરણ કરાયું
વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકામાં સેવા સપ્તાહ અંતર્ગત છેલ્લા દિવસે ભાજપ સંગઠન અને વાપી નગરપાલિકાના પદાધિકારીઓએ શાકમાર્કેટમાં 2000 કાપડની થેલીઓનું વિતરણ કરી સિંગલ પ્લાસ્ટિકની થેલી ન વાપરવા લોકોને અપીલ કરી હતી.
વાપીમાં ભાજપ દ્વારા પ્લાસ્ટિક જાગૃતિ ફેલાવવા 2000 કાપડની થેલીઓનું વિતરણ કરાયું
આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને વાપી શહેર જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સતીષ પટેલે લોકોને આહ્વાન કર્યું હતું કે લોકો પ્લાસ્ટિકનો 50 માઈક્રોન સુધીની થેલીઓનો ઉપયોગ બંધ કરે, જિલ્લામાં હાલ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લોકોમાં પ્લાસ્ટિક જન જાગૃતિ આણવાનું પણ આ અભિયાન છે.
Last Updated : Sep 20, 2020, 4:26 PM IST