- રાજ્યના સંઘપ્રદેશમાં વીકએન્ડ કરફ્યું લાગુ કરવામાં આવ્યો
- આવશ્યક સેવાઓ યથાવત્
- વીક ડેઝમાં રાત્રી કરફ્યું લાગું
દમણ :- સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોના સંક્રમણ સતત વધતા તંત્રએ વીકએન્ડ કર્ફ્યુનો જાહેર કર્યો છે. વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરતા શનિવાર અને રવિવારે બંને સંઘપ્રદેશની દુકાનો, બજારો બંધ રહેશે. જ્યારે સોમવારથી શુક્રવાર સુધી રાતના 8થી સવારે 8 સુધી કર્ફ્યુ હોવાથી શુક્રવારે રાતના 8 વાગ્યા બાદ હવે સંઘપ્રદેશ સોમવારે સવારે 6 વાગે જ ખુલશે. જેને લઈને શનિવારે બંને પ્રદેશની સરહદો પર વાહનોની કતારો લાગી હતી.
જરૂરી સેવા યથાવત્
આ બે દિવસ દરમિયાન પ્રદેશમાં મેડિકલની સુવિધા શરૂ રહેશે. શાકભાજી અને દુધ લોકોને સરળતાથી મળી રહે તે માટે આ દુકાનો શરૂ રહેશે પરંતુ તે હોમ ડિલિવરીથી મળશે. લોકો ઘર બહાર નહિ નીકળી શકે તેવુ દમણ કલેક્ટર રાકેશ મિન્હાસે જણાવ્યું હતું. કરફ્યુ દરમિયાન જો કોઇ જરૂરી કારણ વગર બહાર ફરતા દેખાશે તો તેના વિરૂદ્ધ પ્રશાસન કાયદેસર પગલા ભરશે. પ્રશાસનના આ નિર્ણયને લઇને ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા પર્યટકોની તેમજ દમણમાં ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે વાહનો લઈને જતા વાહનચાલકો ની લાંબી કતાર લાગી છે.