ગુજરાત

gujarat

ETV Bharat / city

World Water Day 2022: પ્રત્યેક ભાવનગરવાસીને મહાનગરપાલિકા આપી રહી છે આટલું પાણી - શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ પાણી

ભાવનગર મહાનગરપાલિકા લોકોને પૂરું પાણી અને નિયમ કરતા માથાદીઠ વધુ પાણી (World Water Day 2022) આપી રહી છે. મહાનગરપાલિકા 155થી 160 LPCD પાણી આપી રહી છે. 10 વર્ષ પહેલાં ભાવનગરવાસીઓને માત્ર 80 MLD પાણીની જરૂરિયાત હતી.

World Water Day 2022: પ્રત્યેક ભાવનગરવાસીને મહાનગરપાલિકા આપી રહી છે આટલું પાણી
World Water Day 2022: પ્રત્યેક ભાવનગરવાસીને મહાનગરપાલિકા આપી રહી છે આટલું પાણી

By

Published : Mar 22, 2022, 3:26 AM IST

ભાવનગર: 22 માર્ચના રોજ વિશ્વ પાણી દિવસ એટલે વર્લ્ડ વોટર ડે (World Water Day 2022) ઉજવવામાં આવે છે. ભાવનગરશહેરમાં એક સમયે જોઈતું પાણી (Water In Bhavnagar) 10 વર્ષમાં બમણું થઈ ગયું છે. 10 વર્ષ પહેલાં ભાવનગરનો વિસ્તાર (Area of Bhavnagar) 52 Km સ્કવેર હતો. 10 વર્ષમાં ભાવનગરનો વિસ્તાર હવે કુલ 118 Km સ્કવેર થઈ ગયો છે. 10 વર્ષ પહેલાં ભાવનગરવાસીઓને માત્ર 80 MLDપાણીની જરૂરિયાત (Bhavnagar Water Needs) હતી, ત્યારે આજે 170 MLD પાણીની જરૂરિયાત છે.

10 વર્ષ પહેલાં ભાવનગરવાસીઓને માત્ર 80 MLD પાણીની જરૂરિયાત હતી.

આ પણ વાંચો:Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત

નિયમ કરતા માથાદીઠ વધુ પાણી આપવામાં આવે છે- થોડા વર્ષો પહેલા એકાંતરે પાણી આપવામાં આવતું હતું તે આજે રોજે આપવામાં આવે છે અને કોઈ કાપ મુકાતો નથી. ભાવનગર શહેરમાં 2015માં 6 ગામડાઓ (Villages In Bhavnagar)ને ભેળવવામાં આવતા શહેરી વિસ્તાર વધ્યો છે. વિસ્તાર વધવા અને પાણીની જરૂરિયાત વધવા છતાં મહાનગરપાલિકા પૂરું પાણી અને નિયમ કરતા માથાદીઠ વધુ પાણી આપી રહી છે. 170 MLD જરૂરિયાત સામે તેટલું જ પાણી મળી રહે છે અને તેટલું વિતરણ કરવામાં આવે છે.

આ પણ વાંચો:Narmada water in Kutch: નર્મદાના વધારાના પાણી તો દૂર સરકારે કચ્છના ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું

10 વર્ષ પહેલાં 30 કરોડ ખર્ચ હતો- એક વ્યક્તિદીઠ અર્બન (Water per person In Urban Area)ના નિયમ પ્રમાણે 135 LPCD પાણી આપવું જોઈએ પણ મહાનગરપાલિકા તેનાથી વધુ 155થી 160 LPCD (Water per person in bhavnagar) પાણી આપી રહી છે. 10 વર્ષ પહેલાં ખર્ચ 30 કરોડ હતો તે આજે 60 કરોડ છે. પાણી વેરો કનેક્શન દીઠ વર્ષનો માત્ર 1260 લેવામાં આવે છે. પાણી વિભાગના અધિકારીએ સી.સી. દેવમુરારીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા પાણી વેરામાં 200 ટકા સબસિડીની રાહત આપે છે અને વિશ્વ પાણી દિવસે અપીલ કરે છે કે ખોટો પાણીનો દુરુપયોગ ટાળીએ અને પાણી બચાવીએ કારણ કે પાણી કુદરતી સંપત્તિ છે.

ABOUT THE AUTHOR

...view details