ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર - Workers in Bhavnagar

ભાવનગરમાં આવેલા બાંધકામ સહિતના મજૂરોની શ્રમિક કલ્યાણ બોર્ડની કચેરીમાં સામાન્ય સહાય માટે ધક્કા ખવડાવીને સહાયથી વંચિત રાખવાના પેતરા ચાલી રહ્યા છે. બાંધકામ મજૂર સંગઠનના સભાએ આક્ષેપ કર્યો છે કે, ઓઝાર આપવાની યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. ઉપરાંત પેંશન અને વીમા યોજનાને બંધ કરી દેવામાં આવી છે. 60 દિવસે મળવા પાત્ર પૈસા આવશે કે કેમ તેનો પણ પ્રશ્ન ઉભો થયો છે.

બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

By

Published : Oct 16, 2020, 9:09 PM IST

ભાવનગરઃ શહેરમાં મજૂરી કામ કરતા શ્રમિકો માટે યોજનાઓ તો અનેક છે પણ તેનો લાભ શ્રમિકો સુધી નહીં પહોચતો હોવાનો મામલો સામે આવ્યો છે. કેટલાક શ્રમિકો બાંધકામ બોર્ડની કચેરીએ પહોચીને રોષ વ્યકત કર્યો હતો.

બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

ભાવનગરમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ નીચે મજૂરોને મળતી સહાય માત્ર કાગળ પર હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીએ મજૂરો ધક્કા ખાઈ રહ્યા છે પણ લાભ થતો નથી. હાલમાં શિક્ષણ સહાય માટે ભરવામાં આવતા ફોર્મમાં 500થી 35000 હજાર સુધીની સહાય છે. ત્યારે મજૂરો પાસે એટલા આધાર પૂરાવા માંગવામાં આવે છે કે તે પૈસા લેવાનું ટાળે છે, મજૂરો ફોર્મ આપવા જાય એટલે એક પૂરાવો ઓછો હોવાનું કહીને હાંકી મુકવામાં આવે છે અને એ લઈને પરત જાવ એટલે ફરી બીજો પૂરાવો નહીં હોવાનું કહીને ધક્કા ખવડાવામાં આવે છે.

બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

સરકાર શેષ ફી લઇ લીધા પછી શ્રમિકોને આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે. શ્રમિકોને ચાલતી પેન્શન વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, એટલું જ નહીં ઓઝારના મળતા 4500 જેવા પૈસામાં પણ કરોડોનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ફોર્મ આપ્યા બાદ 60 દિવસમાં ઠરાવ પ્રમાણે પૈસા શ્રમિકોને મળવા જોઈએ તે પણ આપવામાં આવતા નથી.

બાંધકામ મજૂર સંગઠનનો આક્ષેપ, ઓઝાર યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

ABOUT THE AUTHOR

...view details