- એક તરફની રોડની બાજુમાં જમીન સંપાદન થયુ નથી
- સિક્સ લેન રોડ થુકના સાંધા સમાન ચાલતી કામગીરી
- રોડનું કામ વહેલુ થતા થુકના સાંધે પણ પૂરું કરી દેવામાં આવે તો નવાઈ નહીં
ભાવનગરઃ શહેરના પ્રવેશદ્વાર એટલે નારી ચોકડી, ત્યારે નારી ચોકડીથી સિક્સલેન માટે કામગીરી આરંભી દેવામાં આવી છે. પણ એક તરફ જમીન સંપાદન નહીં થયું હોવાથી રોડ પ્રોજેકટ પ્રમાણે નહિ થાય અને થુકના સાંધા સમાન બનાવીને પૂર્ણ કરી દેવાનો પેતરો હોઈ તેમ લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે વાર કર્યો છે કે કન્યા શોધ્યા પહેલા લગ્નના ફેરા કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર શહેરના સિક્સ લેન રોડમાં થુકના સાંધા જેમ થતી કામગીરી, પ્રોજેકટ પ્રમાણે થશે રોડ ? ભાવનગર શહેરનો સિક્સ લેન રોડની હાલની સ્થિતિ
ભાવનગરનો સિક્સ લેન રોડ ભાવનગરની સકલ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, પણ ગ્રહણ લાગ્યું હોઈ એવી રોડની સ્થિતિ છે, દેસાઈનગરથી નારી ચોકડી તરફ જાઓ એટલે ડાબી બાજુ રોડ દેસાઈનગરથી નારી ચોકડી સુધી ખુલ્લો કરવામાં સફળતા મળી છે, પણ જમણી બાજુ રોડની જગ્યા ખુલ્લી થઈ નથી. દેસાઈનગરથી ગાયત્રી મંદિર જમણી બાજુ રોડ થયો છે, જ્યારે ગાયત્રી મંદિરથી આખલોલ જકાતનાકા સુધી જમીન ખુલ્લી થઈ નથી એટલે રોડનું કામ બાકી છે.
ભાવનગર શહેરના સિક્સ લેન રોડમાં થુકના સાંધા જેમ થતી કામગીરી કોંગ્રેસના ચાબખા શાસકો અને અધિકારી પર શુ ?
મહાનગરપાલિકાના વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે કહ્યું કે, લગ્નમાં ફેરા ક્યારે ફરાય જ્યારે કન્યા નક્કી હોઈ અને લગ્નનું આયોજન કરી લીધું હોય, પણ ભાજપના શાસકોએ અહીંયા કન્યા એટલે જમીનનું નક્કી નથી અને 30 કરોડનો રોડનોં પ્રોજેક્ટ બનાવીને કામ આરંભી દીધું છે, ત્યારે હવે રોડમાં થુંકના સાંધા કરીને ચૂંટણી માથે છે એટલે કામ પુરુ કરવાની કોશિશો થશે અને રાજકીય મુદ્દો બનાવાશે પણ કરોડોના પૈસાનું પાણી કર્યું તેનું શું ?
ભાવનગર શહેરના સિક્સ લેન રોડમાં થુકના સાંધા જેમ થતી કામગીરી રોડ વિભાગના અધિકારીએ શુ કહે છે ?
ઈટીવી ભારતએ જ્યારે રોડ વિભાગના અધિકારી એમ.ડી.મકવાણા સાથે વાતચીત કરી ત્યારે તેમને પણ ડાબી તરફ રોડ થઈ જશે અને બાકી જમણી બાજુ જમીન સંપાદન બાકી છે, એટલે ટાઉન વિભાગ પાસે માહિતી તેની હશે. રોડ વિભાગે કહ્યું ચાલવાની એક તરફની પાળી નહીં થાય પણ રોડ બને તેટલો વહેલો પૂર્ણ કરશું.
ભાવનગર શહેરના સિક્સ લેન રોડમાં થુકના સાંધા જેમ થતી કામગીરી કરોડોનું આંધણ છતા પરિણામ શૂન્ય, ત્યારે શું અણઆવડત
ભાવનગરમા કોઈ પણ વિકાસના કામ હોય તેમા પાછળથી કામોમાં ફેરફાર કરીને વધુ પૈસા ફાળવવામાં આવે છે અને વધુ પૈસા ખર્ચવા પ્રોજેકટમાં પણ ફેરફર થાય છે, આમ શાસનમાં રહીને ભાજપ વિકાસના દ્વાર ખોલવાની વાત તો કરે છે પણ પૈસાના થતા આંધણ પાછળ હંમેશા વિપક્ષે અણઆવડત અને મળતીયાઓને કામ આપવા વિકાસના કામમાં પાછળથી ખર્ચો વધારવા ફેરફારો દર્શાવીને પૈસા ખર્ચાય છે, ત્યારે હાલમાં પણ 30 કરોડના રોડમાં પણ ક્યાંક એ નીતિ તો નથીને તેવું જરૂર ઇશરો થઈ રહ્યો છે.