- અપશબ્દ પરથી મહિલાને અપશબ્દ બોલાયા
- મહિલાએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરી
- બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ
ભાવનગરઃ ભાવનગર શહેરમાં અનુસૂચિત જાતિની મહિલાને એક સોસાયટીમાં રહેતા શખ્સ અને તેની પત્ની દ્વારા અશોભનીય અને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દના પ્રયોગ બદલ એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચોઃ Taukte Effect: ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં
અનુસૂચિત જાતિની મહિલાને થઈ માથાકૂટ અને થઈ એટ્રોસિટી
ભાવનગર શહેરમાં ફુલસર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં બનેલી એક ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. અનુસૂચિત જાતિની મહિલા અને તેની બહેનપણી બેઠા હતાં ત્યારે ત્યાં રહેતાં ખુમાનસિંહ નામના વ્યક્તિએ બંને મહિલાઓ પર મોબાઇલની ટોર્ચ કરી અને ત્યાં જઈને પૂછતાં ખુમાનસિંહએ તમારો વાલ ક્યાં છે તેવો જવાબ આપ્યો હતો. તેથી મહિલાએ તેના વિશે મને નહીં મારા પતિને પૂછો તેમ કહ્યું હતું. ત્યારબાદ મામલો ખુમાનસિંહના ઘરે પહોંચ્યો તો ખુમાનસિંહના પત્ની રેખાબાએ અપશબ્દ બોલીને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દ બોલ્યાં હતાં. જેનાથી લઈને અનુસૂચિત જાતિની મહિલા દ્વારા બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટી હેઠળ આ ફરિયાદ ખુમાનસિંહ અને તેમના પત્ની વિરુદ્ધ દાખલ કરાઈ છે.
મહિલાને અપશબ્દ બોલાયા અને મહિલાએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરી
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં અનુસૂચિત જાતિની મહિલાને અપશબ્દ અને જ્ઞાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દ ઉચ્ચારતાં પતિપત્ની વિરુદ્ધ ફરિયાદ એટ્રોસિટી હેઠળ દાખલ કરવામાં આવી છે. અપશબ્દ પરથી માથાકૂટ સર્જાઈ અને મામલો પોલીસ સ્ટેશન અને ફરિયાદ સુધી પહોંચી ગયો હતો.
મહિલાને અપશબ્દ બોલાયા અને મહિલાએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરી
Last Updated : Jun 10, 2021, 12:29 PM IST