ગુજરાત

gujarat

ETV Bharat / city

આયોજન વગર બની રહ્યાં છે રસ્તાઓ, શહેરીજનો ત્રસ્ત

ભાવનગર મનપાએ કુંભારવાડાથી વડલા સર્કલ સુધીના માર્ગમાં અડધો માર્ગ બનાવ્યો છે. પહેલા દબાણ અને હવે વિજપોલના વાંકે રસ્તાનું કામ ખોરંભે ચડ્યું છે. મનપા દોષનો ટોપલો PGVCL પર ઢોળી રહી છે, પરંતુ પોતાની અણઆવડત સ્વીકારતા નથી.

etv bharat
etv bharat

By

Published : Mar 12, 2020, 5:20 PM IST

Updated : Mar 12, 2020, 6:45 PM IST

ભાવનગર: શહેરના કુંભારવાડા જવા માટે રાજકોટ રોડ પરથી વડલાથી અંદરની તરફ જવું પડે છે, ત્યારે આ રોડમાં અડધો રોડ છેલ્લા ચાર વર્ષથી ટલ્લે ચડી રહ્યો છે. પહેલા દબાણ હોવાનું કહીને રોડનું કામ કરાયું નહિ અને અડધો ખોદી નાખવામાં આવ્યો હતો. મેગા ડીમોલેશન કટયા બાદ બેઘર બનેલા લોકો કહે છે હવે તો જાગો રોડ બનાવો પણ મનપાના પેટનું પાણી હલતું નથી. ડીમોલેશન બાદ એક મહિનો વીતવા છતાં રસ્તો થતો નથી અને સ્થાનિક રહેવાસીઓ ધૂળ અને ખખડધજ રસ્તાથી હાલાકી ભોગવી રહ્યા છે.

આયોજન વગર બનતા રસ્તાઓ ચડી રહ્યા છે ટલ્લે

કુંભારવાડા સર્કલથી શરૂ થઈને થોડે સુધી ચાલતા રોડમાં મનપાએ ચાર વર્ષ કાઢી નાખ્યા છે. પહેલા દબાણના નામે અધૂરું કામ રાખ્યું અને હવે દબાણ હટાવી કરેલા ખોદકામમાં વચ્ચે આવતા વિજપોલ કારણ છે વચ્ચે ખોડકામમાં અસંખ્ય વિજપોલ છે જો રોડ બનાવે તો પણ રસ્તામાં વિજપોલ અડચણ બની શકે માટે મનપાએ PGVCLને વારંવાર લેખિત આપવા છતાં વિજપોલ હટતા નથી સૂત્રોએ જણાવ્યું છે કે PGVCLની ગ્રાન્ટ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે નવી કોઈ રકમ માટે વ્યવસ્થાના થાય ત્યાં સુધી શક્ય નથી પણ મનપાના અધિકારીઓ PGVCLના નામે હાલ છટકી રહ્યા છે તે સ્પષ્ટ છે.

ભાવનગર શહેરમાં બનતા રસ્તાઓમાં ક્યાંકને ક્યાંક અડચણો આવી છે. મનપા અડચણો પહેલા દૂર કરવાનો બદલે કામ શરૂ કરે છે અને બાદમાં અડચણના કારણે કામ અધૂરું રહે અને લાંબા સમય સુધી પૂર્ણ થતું નથી.

Last Updated : Mar 12, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details