- વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવતા ગુજરાતના ભંગારી અને સેકન્ડ હેન્ડ માલસામાન વેચતા ધંધાર્થી પર ખતરો
- તકલીફ ઊભી થશે તો ધંધો બદલી નાંખીશું - વેપારી
- દેશમાં સરકારના ચોપડે એક કરોડ પણ તેટલા હશે નહિ - વેપારી
ભાવનગર: ભારત દેશનું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં બનવા જઈ રહ્યું છે અને સરકાર દેશમાં એક કરોડો વાહનો હોવાનું આરટીઓ આંકડા પરથી જણાવી રહી છે, ત્યારે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ વગર વર્ષોથી વાહનો તોડતા આવતા ભંગારી વ્યાપારી શુ માની રહ્યા છે? શું આગામી દિવસોમાં તેમના વ્યવસાય પર ખતરો ઉભો થશે? અને શું એક કરોડ વાહનો હશે ? આ બધી બાબતોને જાણો વિસ્તારથી.
આ પણ વાંચો- ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા હિલચાલ થઈ શરૂ
ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવતા ભંગારી વ્યાપારીઓનું શુ?
ભાવનગર શહેરમાં નાના-નાના ધંધાઓ કરતા અનેક લોકો છે જેમાનો એક વ્યવસાય ભંગારનો છે અને બીજો વ્યવસાય વાહનોમાંથી નીકળતા સાધનોનું પણ એક બજાર છે. જેમાં સેકન્ડ હેન્ડ માલસામાનનું બજાર કહેવામાં આવે છે. ભાવનગર નવપરા વિસ્તારમાં આવેલા સેકન્ડ હેન્ડ અને ભંગારીનો વ્યવસાય કરનારા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ મુદ્દે માની રહ્યા છે કે, સ્ક્રેપ યાર્ડ આવવાથી તેમની પાસે ગાડીઓ આવવાનું બંધ થશે તો સ્ક્રેપ યાર્ડમાંથી જૂની ચીજો લઈ આવીશું અને તે પણ શક્ય ન હોય તો હવે ધંધો બદલી નાંખીશું.